Gujarat

પીએમ નરેન્દ્ર મોદી આવતીકાલ તા.27મી ઓગસ્ટથી બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે

ગાંધીનગર: પીએમ (PM) નરેન્દ્ર મોદી આવતીકાલ તા.27મી ઓગસ્ટથી બે દિવસ માટે ગુજરાતની (Gujarat) મુલાકાતે આવી રહ્યા છે, તેઓ અમદાવાદ (Ahmedabad) તથા કચ્છની (Kutch) મુલાકાત લેશે. પીએમ મોદીનું આવતીકાલે તા.૨૭ ઓગષ્ટ, ૨૦૨૨ સાંજે ૫.૧૦ કલાકે અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન થશે ત્યાર બાદ સાંજે ૭.૩૦ કલાકે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાનાર ‘ખાદી ઉત્સવ’ કાર્યક્રમમાં હાજરી આપશે. આ ઉપરાંત સાબરમતી રિવરફ્રન્ટ પર ફૂટ બ્રિજનું પણ લોકાર્પણ કરશે. કાર્યક્રમ બાદ પીએમ મોદી ગાંધીનગરમાં રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે.

તા. ૨૮ ઓગષ્ટના રોજ સાવરે સવારે ૧૦ કલાકે કચ્છના ભુજ ખાતે નિર્માણ કરાયેલા ‘સ્મૃતિ વન મેમોરિયલ’ની મુલાકાત લઈ તેનું ઉદઘાટન કરશે. આ મુલાકાત બાદ પ્રધાનમંત્રી મોદી સવારે ૧૧:૩૦ કલાકે ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણવર્મા-KSKV યુનિવર્સિટી ગ્રાઉન્ડ, ભુજ ખાતે યોજાનાર જાહેર કાર્યક્રમમાં ઉપસ્થિત રહી જનસંબોધન કરશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી મોદી બપોરે ૧૨.૦૦ કલાકે ભુજથી વિવિધ વિકાસ પ્રોજેક્ટના ખાતમુહૂર્ત તેમજ તૈયાર પ્રકલ્પો રાષ્ટ્રને સમર્પિત કરીને ગાંધીનગર પરત આવશે. ત્યાર બાદ પ્રધાનમંત્રી મોદી ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે સાંજે ૫.૦૦ કલાકે યોજાનાર ‘ભારતમાં સુઝુકીના ૪૦ વર્ષ’ સ્મૃતિ કાર્યક્રમમાં વિશેષ હાજરી આપશે અને સાંજે ૬.૪૦ કલાકે દિલ્હી જવા રવાના થશે.

Most Popular

To Top