Gujarat

ભૂપેન્દ્ર પટેલે કર્યા કેજરીવાલ પર પ્રહાર, રેવડી કલ્ચરથી વિકાસ ન થાય

ગાંધીગનર : ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ ગુજરાતમાં આપ તથા કોંગ્રેસ દ્વારા ચૂંટણી વચનોની લ્હાણી કરાઈ રહી છે, જેનો ખુદ પીએમ (P.M) નરેન્દ્ર મોદીએ(Narendra Modi) વિરોધ કરીને કહ્યું છે કે મફતની (Free) રેવડીની (Revdi) કલ્ચરથી (Culture)દેશના હિતને જોખમ છે. આજે ખેડાની મુલાકાતે આવેલા સીએમ (C.M) ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) પોતાના પ્રવચનમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહાર કર્યા હતા. પટેલે કહ્યું હતું કે મફતની રેવડીના કલ્ચરથી વિકાસ ન થઈ શકે.
નિર્માણ થયેલ બે વિકાસ કામોનું લોકાર્પણ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ખેડા જિલ્લાના કપડવંજ ખાતે કપડવંજ અને કઠલાલ તાલુકામાં અંદાજે રૂ.૨૦.૨૬ કરોડના ખર્ચે નિર્માણ થયેલ બે વિકાસ કામોનું લોકાર્પણ તથા આ બંને તાલુકામાં માર્ગ અને મકાન રાજ્ય અને પંચાયત વિભાગ દ્વારા રૂ.૭૦.૩૦ કરોડના ખર્ચે નિર્માણ થનાર વિવિધ રસ્તાઓના ૬૮ કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું.
આ સમારંભમાં પટેલે કહ્યું હતું કે કોવિડ પછીની વિશ્વવ્યાપી આર્થિક પરિસ્થિતિમાં પણ ગુજરાત સરકારે ચાલુ નાણાંકીય વર્ષે સૌથી મોટા કદનું બજેટ આપી રાજ્યની વિકાસ યાત્રાને અવિરત જાળવી રાખી છે. ગુજરાતનો સર્વાંગી-ચોમેર વિકાસ કરવાની અમે કાર્યશૈલી વિકાસાવી છે. રેવડી કલ્ચરથી વિકાસ થઇ શકે નહીં. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે હજું પણ કોઇ પ્રશ્ન કે સમસ્યા હોય તો અમે તેનો નિકાલ લાવીશું. કેજરીવાલની ચૂંટણી ગેરંન્ટી પર ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ પણ પ્રહાર કરી રહ્યાં છે.

Most Popular

To Top