National

“PM મોદી 2000ની નોટ લાવવાના પક્ષમાં ન હતાં”: પ્રધાનમંત્રીના પૂર્વ સચિવ નૃપેન્દ્ર મિશ્રા

નવી દિલ્હી: વર્ષ 2016માં 500 અને 1000ની નોટ બંધ કરવામાં આવી હતી. આ નોટોની જગ્યાએ 500 અને 2000ની નોટ (Note) બજારમાં લાવવામાં આવી હતી. ત્યારે હવે 2000ની નોટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ વચ્ચે પ્રધાનમંત્રીના (PM) પૂર્વ સચિવ નૃપેન્દ્ર મિશ્રાએ દાવો કર્યો છે કે પીએમ મોદીએ 2000ની નોટને કયારેય પણ ગરીબોની નોટ નથી માની. તેઓને ખબર હતી કે આ નોટોની લેતી દેતી નહિં પણ આ નોટોની સંગ્રહખોરી કરવામાં આવશે. મિશ્રાએ કહ્યું કે મોદી કયારેય પણ 2000ની નોટો બહાર પાડે તેના પક્ષમાં ન હતા.

RBIએ શુક્રવારે 2000 રૂપિયાની નોટો ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. આ નિર્ણય ‘ક્લીન નોટ પોલિસી’ હેઠળ લેવામાં આવ્યો છે. આટલી મોટી નોટ બંધ કરવાનો નિર્ણય આખરે પાંચ વર્ષમાં કેમ લેવો પડ્યો? જેને લઈને અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે. કોંગ્રેસે નૃપેન્દ્ર મિશ્રાના આ નિવેદન પર નારાજગી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે આ માત્ર ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશએ લાંબી પોસ્ટ લખીને આ અંગેનો વિરોધ વ્યક્ત કર્યો હતો તેમણે લખ્યું કે PM મોદીના પૂર્વ સહયોગી કહી રહ્યા છે કે PM મોદીએ નવેમ્બર 2016માં જ 2 હજારની નોટનો વિરોધ કર્યો હતો. આગળ જતાં કહેશે નોટબંધી માટે પણ તેમના સલાહકારોએ તેમના પર દબાણ બનાવ્યું હતું. આ માત્ર ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયત્ન છે.

આ વચ્ચે ઝોમેટોએ પણ આશ્ચર્યજનક માહિતી સામે આપી છે. ઝોમેટોએ ટ્વિટ દ્વારા જાણકારી આપી છે કે 2000ની નોટ બંધ થવાના કારણે ઝોમેટોને શુક્રવારથી જે પણ ઓર્ડર મળ્યાં છે તેમાંથી 72 ટકા ઓર્ડર કેશઓન ડિલિવરીનાં હતા જેમાં મોટે ભાગેનાં ઓર્ડર કરનારાઓએ 2000ની નોટ વટાવી હતી

તા. 23 મે મંગળવારથી 2000 રૂપિયાની ગુલાબી નોટો (2000 Pink currency) પાછી ખેંચવાની પ્રક્રિયા શરૂ થઈ રહી છે. બેંકોમાં નોટો બદલવા સાથે તે નોટોની ઝીણવટભરી તપાસ કરવાની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ 2000 રૂપિયાની નોટો જમા કરાવવા માટે બેંકમાં જાય છે અને તે વ્યક્તિ પાસે જો કેટલીક નોટો નકલી હોવાનું જણાય છે, તો આવી સ્થિતિમાં બેંક દ્વારા તે નોટ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. RBI દ્વારા આ નકલી નોટો પર સ્ટેમ્પ લગાવવામાં આવશે, ત્યારબાદ તે પસ્તી જેવી થઈ જશે.

Most Popular

To Top