નવી દિલ્હી: પ્રધાનમંત્રી (PM) નરેન્દ્ર મોદી (Narendra Modi) આજે સોમવારે જ્યારે વિજયવાડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (Airport) પરથી ભીમાવરમ માટે રવાના થયા ત્યારે તેઓના હવાઈ માર્ગે કોંગ્રેસ દ્વારા કાળા ફુગ્ગા ઉડાવવામાં આવ્યા હતા. આંધ્ર પ્રદેશ પ્રવાસ દરમિયાન તેમની સુરક્ષામાં ચૂકનો મામલો સામે આવ્યો છે. આ ઘટનાને સ્પેશયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG) મોટી સુરક્ષા ચુકના રુપે જોઈ રહ્યું છે. જો કે રાજ્યની પોલીસ (Police) આ ઘટનાને સુરક્ષામાં ચૂક થઈ હોવાનું માની રહી નથી.
- રાજ્યની પોલીસ આ ઘટનાને સુરક્ષામાં ચૂક થઈ હોવાનું નથી માની રહી
- PM મોદી સ્વતંત્રતા સેનાની અલ્લુરી સીતારામ રાજુની પ્રતિમાનું અનાવરણ કરવા આંધ્રપ્રદેશ આવ્યા હતા
- પ્રધાનમંત્રીના હેલિકોપ્ટર તરફ કોંગ્રેસ કાર્યકર્તાઓએ કાળા ફૂગ્ગા ઉડાવી વિરોધ કર્યો
પ્રધાનમંત્રીના હેલિકોપ્ટર તરફ કોંગ્રેસ કાર્યકર્તાઓએ કાળા ફૂગ્ગા ઉડાવી વિરોધ કર્યો હતો. આ ફૂગ્ગાઓ પીએમના ચોપર નજીક આવી ગયા હતા. મળતી માહિતી મુજબ એરપોર્ટ પરથી લગભગ 5 કિમી દૂર આ ફુગ્ગા ઉડાવ્યા હતા અને પોલીસે આ મામલે 4 લોકોની ધરપકડ કરી છે. પોલીસે કોંગ્રેસ કાર્યકર્તા રાજીવ, રવિ પ્રકાશની આ મામલે ધરપકડ કરી છે. કૃષ્ણા જિલ્લાના ડીસીપી વિજય પાલે જણાવ્યું કે ધરપકડ કરેલ તમામને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તેમજ બાકીના લોકોની પણ નજીકના સમયમાં જ ઘરપકડ કરવામાં આવશે.
પીએમ મોદીના ઉડાન ભરવાના લગભગ 5 મિનિટ બાદ આ કાળા ફુગ્ગા હવામાં છોડવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે પીએમ મોદીના પ્રવાસ પહેલાં જ કોંગ્રેસના વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી હતી. જિલ્લા પોલીસે પણ કડક બંદોબસ્ત ગોઠવ્યો હતો. સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે આ બલૂન એક નિર્માણધીન બિલ્ડીંગની અગાસી પરથી ઉડાવવામાં આવ્યા હતા.
PM મોદી સ્વતંત્રતા સેનાની અલ્લુરી સીતારામ રાજુની પ્રતિમાનું અનાવરણ કરવા આંધ્રપ્રદેશ આવ્યા હતા
PM મોદી સ્વતંત્રતા સેનાની અલ્લુરી સીતારામ રાજુની પ્રતિમાનું અનાવરણ કરવા આંધ્રપ્રદેશ આવ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસના કેટલાક કાર્યકરો ગણવરમ ખાતે એરપોર્ટથી દૂર એક ગામમાં એક નિર્માણાધીન ઈમારત પર ચઢ્યા હતા અને ત્યાંથી હાઈડ્રોજનથી ભરેલા કાળા ફુગ્ગા છોડ્યા હતા. પ્રધાનમંત્રી મોદીની મુલાકાત કોઈ અણબનાવ વગર પૂર્ણ થઈ હતી, ત્યારબાદ પ્રધાનમંત્રીની સુરક્ષાની જવાબદારી સંભાળતી SPGએ રાહતનો શ્વાસ લીધો હતો. એસપીજીએ કાળા ફુગ્ગા છોડવાની ઘટનાને ગંભીરતાથી લીધી છે. SPGએ રાજ્યની પોલીસને સવાલ કર્યો છે કે, “જો ફુગ્ગાઓ સાથે ડ્રોન પણ હોત તો શું થાત?”