ગાંધીનગર: પીએમ (PM) નરેન્દ્ર મોદી તથા ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનિસ આગામી તા.૯મી માર્ચના રોજ અમદાવાદની (Ahmedabad) મુલાકાતે આવી રહયા છે. બન્ને મહાનુભાવો અમદાવાદમાં મોટેરા ખાતે મોદી સ્ટેડિયમમાં ભારત – ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ મેચ (Test Match) સાથે નિહાળશે. એટલું જ નહીં મેચ દરમ્યાન કોમેન્ટ્રી પણ આપશે.
૮મી માર્ચની રાત્રે ઓસ્ટ્રેલિયાન પીએમ એન્થોની અલ્બેનિસ સીધા અમદાવાદ એરપોર્ટ પર આવી પહોચશે. તે પહેલા પીએમ નરેન્દ્ર મોદી પણ અમદાવાદ ખાતે આવી પહોચશે. ત્યાર બાદ પીએમ મોદી ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનિસનું પ્રોટોકોલ તોડીને સ્વાગત કરશે. પીએમ મોદી રાત્રી રોકાણ ગાંધીનગર ખાતે રાજભવનમા કરશે. બીજા દિવસે સવારે પીએએમ મોદી સવારે ૮વાગ્યે અમદાવાદ ખાતે મોટેરા મોદી સ્ટેડિયમ પહોચશે. અહીં ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનિસ સાથે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી ટેસ્ટ નિહાળશે એટલું જ નહીં .ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે કિક્રેટ મેચના 75 વર્ષની ઉજવણીમાં ભાગ લેશે. બંને પીએમ આ મેચ દરમિયાન કોમેન્ટરી કરે તેવી પણ શક્યતા રહેલી છે. જો કે આ ક્રાયક્રમનને આખરી ઓપ આપવામાં આવી રહયો છે. તા.૯મી માર્ચે મોટેરા ખાતે સ્ટેડિયમમાં ભાજપના સીલેકટ નેતાઓ પણ મેચ જોવા ઉપસ્થિત રહેશે. બપોરે ૨ વાગ્યે પીએમ મોદી નવી દિલ્હી જવા રવાના થશે.