Dakshin Gujarat

લો બોલો! પ્લાયવુડ ફેક્ટરી માલિક જ અન્ય કંપનીના ડુપ્લિકેટ સ્ટીકર લગાડી પ્લાયવુડનો વેપાર કરતાં ભેરવાયો

વ્યારા: વાલોડમાં પ્લાયવુડ ફેક્ટરી માલિક જ અન્ય કંપનીના ડુપ્લિકેટ સ્ટીકર લગાડી પ્લાયવુડનો વેપાર કરતાં પકડાયો છે. વાલોડની (Valod) સોલારીસ વુડ (Wood) પ્રોડકટ ઇન્ડીયા પ્રા.લી. નામની ફેકટરીના (factory) માલિક પ્રવિણ ડાહ્યાભાઇ પટેલ (ઉ.વ.૪૫, રહે. ઉમાદર્શન સોસાયટી, તેન ગામ તા. બારડોલી) વિરુદ્ધ કોપીરાઇટ એકટનો (Copyright act ) ગુનો નોંધાયો છે. તેઓએ ગેરકાયદે રીતે ગ્રીનકોન ઇન્ડસ્ટ્રીઝ (Greencon Industries) પ્રા.લી. કંપનીની પ્રોડકટ પ્રગતિ (પ્લાયવુડ)નો વેપાર કરી કોપીરાઇટ એકટનો ભંગ કર્યો હતો. લોકોને બનાવટી પ્રગતિ (પ્લાયવુડ)ની લાકડાની પ્લાયનું વેચાણ કરતા રંગેહાથ ઝડપાઇ ગયાં હતાં. પોલીસે કિ. રૂ. ૯૯ હજારનો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

  • લોકોને હોલસેલમાં બનાવટી લાકડાની પ્લાયનું વેચાણ કરતાં રંગેહાથ ઝડપાયો
  • સોલારીસ વુડ પ્રોડક્ટ ઈન્ડીયા પ્રા.લી.ના માલિક વિરુદ્ધ કોપીરાઇટનો ગુનો નોંધાયો

આ અંગેની ગ્રીનકોન ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી.નાં ડાયરેક્ટર અમીતકુમાર ઓમપ્રકાશ શર્મા (.વ.૪૩ રહે. ૩૦૨ અશોક પ્લાઝા, મૈત્રી એવન્યુ સોસાયટી પાસે, મોટેરા, અમદાવાદ)એ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેઓએ આ અંગેની શરૂઆતમાં સી.આઇ.ડી. ક્રાઈમ ગાંધીનગર ખાતે અરજી કરી હતી. તે પ્રમાણે સી.આઈ.ડી, ક્રાઈમના પોલીસ સ્ટાફના માણસો સાથે વાલોડ અને ટોકરવા રોડ ઉપર આવેલા બ્લોક નં-૫૬ સોલારીસ વુડ પ્રોડકટ ઇન્ડીયા પ્રા.લી. નામની ફેકટરીમાં પ્રવિણભાઇ પટેલ નામનો ઇસમ ગ્રીનકોન ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લી કંપનીની પ્રોડકટ પ્રગતિ (પ્લાયવુડ)ના ડુપ્લિકેટ સ્ટીકર લગાડી કંપનીના નામે ઉત્પાદન કરી હોલસેલમાં વેચાણ કરી કોપીરાઈટ હક્કોનો ભંગ કરતાં ઝડપી પાડ્યો હતો.

ગુંદલાવમાં ગેસના બાટલાની ગેરકાયદે હેરાફેરી કરતા બેની ધરપકડ
વલસાડ : વલસાડના ગુંદલાવમાં મોટા ગેસના સિલિન્ડરમાંથી નાના સિલિન્ડર ભરીને ગ્રાહકોને ઉચા ભાવે વેચતા હોય વલસાડ પોલીસની ટીમે બે દુકાનમાં રેડ પાડીને રૂ.૨૭૦૦૦ હજારનો મુદ્દામાલ જપ્ત કરી બેની ધરપકડ કરી છે.પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડના ગુંદલાવ વિસ્તારમાં મોટાપાયે પરપ્રાંતિયો રહેતા હોવાથી ગેસના સિલિન્ડરની વધુ હેરાફેરી થતી હોય છે. જેને લઇને વલસાડ રૂરલ પોલીસના એએસઆઈ ચંદુભાઈ સુરપાલ તેમની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા. ત્યારે બાતમી મળી કે, ગુંદલાવના કોચર ફળિયામાં હાર્દિકભાઈની માલિકીની દુકાનમાં ચેલારામ ચોપારામ ચૌધરી ભાડૂતી દુકાન ચલાવે છે અને ગેસની હેરાફેરી કરે છે. વલસાડ રૂરલ પોલીસની ટીમે આ દુકાનમાં રેડ કરતા ૧૨ જેટલા ગેસના સિલિન્ડર, વજન કાંટો અને પાઇપ મળી આવ્યા હતા.

પોલીસે ચેલારામ પાસે લાયસન્સની માગણી કરતાં તેની પાસે લાયસન્સ ન હતું. મોટા સિલિન્ડરમાંથી નાના સિલિન્ડર ભરીને ગ્રાહકોને ઊંચા ભાવે વેચતા હોય પોલીસે ચેલારામ સામે ગુનો નોંધી રૂ.૨૦,૩૦૦નો મુદ્દામાલ જપ્ત કરી તેની ધરપકડ કરી હતી. અન્ય બનાવમાં વલસાડના ગુંદલાવ દયાલ નગરમાં રહેતા ગૌરવ અનેશ ગુપ્તા પણ ગુંદલાવના કોચર ફળિયામાં દુકાન ચલાવીને મોટા ગેસનાં સિલિન્ડરમાંથી નાના સિલિન્ડર ભરીને ગ્રાહકોને ઉંચા ભાવે વેચતા હોય પોલીસે તેને ત્યાં રેડ પાડીને લાયસન્સ નહીં હોય પોલીસે તેની સામે પણ ગુનો નોંધી ગેસના બાટલા પાઇપ વગેરે મળી રૂ.6700નો મુદ્દામાલ જપ્ત કરી તેની ધરપકડ કરી હતી

Most Popular

To Top