રીમઝીમ વર્ષાની ધાર, સરી જતી નયનરમ્ય સરિતા, પ્રાકૃતિ સૌંદર્યધારક પર્વતો, પ્રવાસનની મઝા દેતાં હિમાચ્છાદિત શિખરો કયારેક ભયાનક સ્વરૂપે પણ જોવાય છે. અતિ વર્ષા, જળરેલ, ભૂકંપ જેવી આપદાઓ ભયાનકતાનો અનુભવ કરાવે છે. પૌરાણિક કથાઓમાં દાનવો છળકપટ માટે માયાવી રીતે સુંદર, આકર્ષક સ્વરૂપે પણ પ્રગટ થતા હતા. ધરતીના પેટાળમાં અસ્તિત્વ ધરાવતો જવાળામુખી જયારે ફાટે છે ત્યારે વિનાશ વેરે છે. આકાશમાં નર્તન કરતી વીજળી કયાંક ત્રાટકે ત્યારે જાનમાલને તબાહ કરી દે છે.
હાલમાં લેટિન અમેરિકન દેશ ચીલીમાં ભભૂકતા વિલારીકા જવાળામુખીમાંથી નીકળતી લાલ જવાળાઓએ વિશિષ્ટ આકાર ધારણ કરી સુંદરતા જન્માવી હતી. રાત્રિના આકાશમાં ભવ્ય અને નયનરમ્ય દૃશ્ય સર્જાવી પુકોન ટાઉનમાં આનંદ રેલાવ્યો હતો. રૌદ્ર છતાં રમ્ય સ્વરૂપનું સંયોજન થયું. જલદ જવાળાએ પ્રકાશ પાથર્યો. સૌંદર્યવતી કન્યાના મુખને ચંદ્ર કહીને વખાણાય છે. પણ એ જ ચંદ્રની દૂર દૂર પહોંચતાં ખરબચડી જોવાય છે. કહેવત પણ છે કે ‘ડુંગર તો દૂરથી જ રળિયામણા’ જંગલોનું સૌંદર્ય અને હરિયાળી શહેરજીવનની કુરૂપતા નિવારી શકતાં નથી. તાજમહલની ખૂબસૂરતીથી પ્રેરિત થઇ સુંદર ભવનનું નિર્માણ થાય અને તેમાં કોઇક કારણે આગ ભભૂકી ઊઠે ત્યારે રમણીયતા, ભયાનકતામાં ફેરવાઇ જાય.
સુરત – યુસુફ એમ. ગુજરાતી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના