નવી દિલ્હી : પ્લેબેક સિંગરમાંથી (Playback Singer) રાજનીતિ સુધીની સફર ખેડી પશ્ચિમ બંગાળના મંત્રી (Minister) બનેલા બાબુલ સુપ્રિયોને (Babul Supriyo) સોમવારે અચાનક છાતીમાં દુખાવો (Chest Pain) થયો છે. છાતીમાં દુખાવા સાથે તેમને પરસેવો પણ વળી ગયો હતો. જેથી તેમને તાબડતોડ કલકત્તાની હોસ્પિટલમાં (Hospital) દાખલ કરવામાં આવ્યા છે. આ અંગે સુપ્રિયોના પરિજનોનું કહેવું હતું કે તેમને રવિવારે સાંજે છાતીમાં દુખવો થયો હોવાની ફરિયાદ કરી હતી સાથે-સાથે તેઓ બેચેની પણ અનુભવી રહ્યા હતા. જોકે ત્યારબાદ સોમવારે સવારે તેમની હાલત વધુ ગંભીર થઇ ગઈ હતી અને ત્યારબાદ તેમને દક્ષિણ કલકત્તાની (Calcutta) એક ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હોવાના સમાચારો જાણવા મળ્યાં છે.
- બાબુલ સુપ્રિયોને સોમવારે અચાનક છાતીમાં દુખાવો થયો
- રવિવારે સાંજે છાતીમાં દુખવો થયો હોવાની ફરિયાદ કરી હતી
- તેમને દક્ષિણ કલકત્તાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા
બાબુલ સુપ્રિયોની એંજીયોગ્રફી પણ કરાઈ ચુકી છે
સોમવારે બાબુલ સુપ્રિયોને દક્ષિણ કલકત્તાની એક ખનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.અહીં હોસ્પિટલમાં તેમને દવાઓ આપવામાં આવી રહી છે. વધુમાં તેમના ઈલાજ અંગે હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે દાખલ થયા બાદ સુપ્રિયોની કોરોનરી એન્જીયોગ્રાફી કરવામાં આવી હતી. જેતે સમયે તેમના હૃદયની રક્તવાહિનીઓમાં કેટલાક અવરોધો હતા. ઇકોકાર્ડિયોગ્રાફી રિપોર્ટ નોર્મલ હતો જોકે ECG રિપોર્ટમાં કેટલાક કોમ્લીકેશનો જોવા મળી રહ્યા છે. હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે તેમની સારવાર કરી રહેલા ડોકટરોની ટીમને અત્યારે એન્જિયોગ્રામ કરાવવાની જરૂર જણાતી નથી અને મંત્રીને દવા હેઠળ રાખવામાં આવ્યા છે. હોસ્પિટલના એક સૂત્રએ જણાવ્યું હતું કે આ સમયે ચિંતા કરવાનું કોઈ મોટું કારણ નથી.સુપ્રિયોને યોગ્ય સમયે જ હોસ્પિટલમાં દાખલ કરી દેતા તેમની હાલત હવે સુધારા ઉપર છે.
સુપ્રિયો આસનસોલથી ભાજપના બે વખત લોકસભાના સભ્ય બની ચુક્યા છે
ઉલ્લેખનીય છે કે વર્ષ 2021 માં તૃણમૂલ કોંગ્રેસ (TMC) માં જોડાયા અને ગયા વર્ષે શાસક પક્ષના ધારાસભ્ય તરીકે તેઓ ચૂંટાયા તે પહેલાં સુપ્રિયો આસનસોલથી બે વખત ભાજપના લોકસભાના સભ્ય હતા અને નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રાજ્ય મંત્રી પણ હતા.જોકે તેમણે 2021ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પછી ભાજપથી દૂર રહેવાનું શરૂ કર્યું અને આખરે તૃણમૂલમાં જોડાયા હતા.