Surat Main

રેલવે તંત્ર પર ચારે બાજુથી પસ્તાળ પડતાં પ્લેટફોર્મ ટિકીટના દર ફરી ઘટાડી દેવાયા

સુરત : એક તરફ રેલવે તંત્ર સુરત (Surat railway)ને મોટું સ્ટેશન માનવા તૈયાર નથી. કારણ કે સુરતને અનેક ટ્રેનના સ્ટોપેજ અપાતાં નથી. ડીઆરએમ (DRM)ની પોસ્ટ પણ ઊભી કરાતી નથી. બીજી તરફ સુરતને મોટું સ્ટેશન ગણીને રેલવે તંત્રએ બારોબાર જ પ્લેટફોર્મ ટિકીટ (Platform ticket)ના રૂપિયા 50 લેવાની જાહેરાત કરી દેતા સુરતવાસીઓ (Surties)માં ભારે રોષની લાગણી ઊભી થવા પામી હતી. સુરતના સાંસદ દર્શના જરદોષ (Darshna jardosh) ખુદ રેલવે રાજ્યમંત્રી (Railwat minister) હોવા છતાં પણસુરતને થયેલા અન્યાયને કારણે રેલવે તંત્ર પર ચારે બાજુથી પસ્તાળ પડતાં રેલવે તંત્રએ ઝુકવું પડ્યું છે અને સુરતમાં પ્લેટફોર્મ ટિકીટના દર ફરી 30 રૂપિયા કરી દેવામાં આવ્યા છે. ચેમ્બર અને ખુદ દર્શના જરદોષે પણ રેલવે તંત્રનો ઉધડો લેતા આ ભાવફેર તાત્કાલિક ધોરણે અમલી કરી દેવાયો છે.

બરોડા, અમદાવાદ, મુંબઇમાં જયારે રેલવે પ્લેટફોર્મ ટિકીટનો ભાવ રૂ.30 હોય ત્યારે સુરતમાં કેવી રીતે આ ભાવ રૂ 50 કરવામાં આવ્યો તેનો ખુલાસો રેલવે તંત્ર કરી શક્યું નથી. સુરત રેલવે સ્ટેશનને જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે લૂંટી લેવા માટેના નિયમો બનાવવામાં આવી રહ્યાં છે. રેલવે પીઆરઓની અધિકૃત યાદીમાં જે ખુલાસો કરાયો છે તે શર્મનાક છે તેમાં એવુ જણાવાયુ છે કે સુરત મુંબઇ ડિવિઝનમાં અગ્રીમ અને સૌથી વધારે આવક આપતું રેલવે સ્ટેશન છે. તેથી રૂ.50નો નિર્ણય લેવામાં આવ્યો હતો જે પરત ખેંચવામાં આવ્યો હતો. સુરત કરતા વધારે આવક રળી આપતા સ્ટેશનો પર 30 રૂપિયા અને સુરતના 50 રૂપિયા ડિકલેર થતાની સાથે જ સુરતના શાસકોનું ફદિયું ઉપજી રહ્યું નથી.

સુરતમાં શાસકો કોઇ વિરોધ કરતા નથી એટલે ડીઆરએમ ઓફિસ બેફામ બની ગઈ છે. રેલવે રાજ્ય મંત્રી દર્શના જરદોષે જણાવ્યું હતું કે, આ મામલે તેઓએ ત્વરિત ડીઆરએમને આદેશ કર્યો હતો. જયારે ચેમ્બર ઓફ કોમર્સે પણ ગઇ કાલે ઉગ્ર સ્વરૂપ બતાવ્યુ હતુ. બપોરના બે વાગ્યે પરિપત્ર આવતા ભાવ 30 રૂપિયા પ્લેટફોર્મ ટિકિટના કરી દેવાયા છે. સુરત રેલવેમાં ટ્રેન ફાળવળીનો મામલો હોય કે પછી તેને રેલવે ટિકીટનો કવોટા આપવાની વાત હોય કે પછી સુરતને ડિવિઝન અને અન્ય લગતી માંગણીઓ હોય આજ દિન સુધી ડીઆરએમ ઓફિસ અને ડિવિઝન ઓફીસનું વલણ સુરત માટે ઓરમાયું રહ્યું છે.

જયારે સુરતના લોકોને આર્થિક નુકસાન કેવી રીતે કરવું? તેના નિર્ણયો જે ઝડપથી લેવાયા તે જોતાં સુરત રેલવે સ્ટેશન પરત્વે મુંબઇ ઓફિસનું વલણ ઓરમાયું હોવાનું સ્પષ્ટ રીતે ચિત્ર ઉપસી રહ્યું છે.

Most Popular

To Top