સુરત: સુરત રેલવે સ્ટેશના રિડેવલપમેન્ટના કામ માટે ચાર મહિના પહેલા 4 નંબરનું પ્લેટફોર્મ 7 મી સપ્ટેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો. જો કે, તે કામ નિયત સમયમાં પૂર્ણ નહીં થતાં હવે 20 સપ્ટેમ્બર સુધી આ પ્લેટફોર્મ બંધ રહેશે જેથી સુરત અવરજવર કરતી 16 ટ્રેન ઉધના સુધી જ દોડશે.
- સુરત સ્ટેશનના રિડેવલપમેન્ટના કામ માટે 4 નંબરનું પ્લેટફોર્મ બંધ કરાયું
- સુરતથી આવ-જા કરતી 16 ટ્રેનો ઉધના સુધી દોડશે, પ્રવાસીઓએ ઉધના સ્ટેશને આવવું પડશે
- પહેલા પ્લેટફોર્મ 7 સપ્ટેમ્બર સુધી બંધ રાખવાની જાહેરાત કરાઈ હતી
પશ્ચિમ રેલવેના સૂત્રોના જણાવ્યા અનુસાર જે 20 મી સપ્ટેમ્બર સુધી જે ટ્રેનો ઉધનાથી ઉપડશે તેમાં ટ્રેન નંબર 19002 સુરત-વિરાર પેસેન્જર, ટ્રેન નંબર 12936 સુરત-બાંદ્રા ઇન્ટરસિટી એક્સપ્રેસ, ટ્રેન નંબર 19007 સુરત-ભુસાવલ પેસેન્જર, ટ્રેન નંબર 19005 સુરત-ભુસાવલ એક્સપ્રેસ, ટ્રેન નંબર 09065 સુરત-છપરા ક્લોન સ્પેશિયલ, ટ્રેન નંબર 19045 સુરત-છપરા તાપ્તીગંગા એક્સપ્રેસ, ટ્રેન નંબર 22947 સુરત-ભાગલપુર એક્સપ્રેસ, ટ્રેન નંબર 20925 સુરત-અમરાવતી એક્સપ્રેસનો સમાવેશ થાય છે.
જે ટ્રેનો ઉધના સ્ટેશને યાત્રી પૂરી કરશે તેમાં 19006- ભુસાવલ-સુરત એક્સપ્રેસ, ટ્રેન નંબર 19008 ભુસાવલ-સુરત એક્સપ્રેસ, ટ્રેન નંબર 19096 નંદુરબાર-સુરત મેમુ સ્પેશિયલ, ટ્રેન નંબર 12935 બાંદ્રા-સુરત ઇન્ટરસિટી એક્સપ્રેસ,ટ્રેન નંબર 20926 અમરાવતી-સુરત સુપરફાસ્ટ એક્સપ્રેસ,ટ્રેન નંબર 19001 વિરાર-સુરત સેપેન્જર, ટ્રેન નંબર 09066 છપરા-સુરત ક્લોન સ્પેશિયલ, ટ્રેન નંબર 19046 છપરા-સુરત તાપ્તીગંગા એક્સપ્રેસ અને ટ્રેન નંબર 22948 ભાગલપુર-સુરત એક્સપ્રેસનો સમાવેશ થાય છે. પ્રવાસીઓને ઉધના રેલવે સ્ટેશને આવવું પડશે.
ઉધના અને પુરી વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવાશે 16 સપ્ટે.થી 26 નવેમ્બર સુધી 22 ફેરા મારશે
સુરત: પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ ઉધના-પુરી વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે. જેનાથી સુરતમાં વસતા હજારો ઓરિસ્સાવાસી પ્રવાસીઓને લાભ થશે.
પશ્ચિમ રેલવેના સૂત્રોના જણાવ્યા અનુસાર ટ્રેન નંબર 08472 ઉધના-પુરી વિકલી એક્સપ્રેસ પ્રત્યેક મંગળવારે ઉધનાથી સાંજે 5 વાગે રવાના થઈને બીજા દિવસે રાત્રે 22.45 વાગે પુરી પહોંચશે. તેમજ ટ્રેન નંબર 08471 પુરી-ઉધના એક્સપ્રેસ પ્રત્યે સોમવારે સવારે 6.30 વાગે પુરીથી રવાના થઈને બીજા દિવસે બપોરે 14 વાગે ઉધના પહોંચશે.
આ ટ્રેન 16 સપ્ટેમ્બરથી 26 નવેમ્બર સુધી દોડશે. આ ટ્રેન બંને દિશામાં ચલથાણ, વ્યારા, નંદુરબાર, અમલનેર, જલગાંવ, ભુસાવલ, મલકાપુર, શેગાંવ, અકોલા, બડનેરા,વર્ધા, નાગપુર, ગોંદિયા, દૂર્ગ, રાયપુર, બિલાસપુર, ઝારસુગુડા, સંબલપુર સિટી, રાયરાખોલ, અંગુલ, તાલચેર રોડ, ઢેંકનાલ, ભુવનેશ્વર અને ખુર્દા રોડ સ્ટેશન પર થોભશે. આ ટ્રેનના કુલ 22 ફેરા હશે.