Charchapatra

પ્લાસ્ટિકના ચોખા: શું કરશો?

ચીન આ ચોખાની નિકાસ કરે છે. ભારતના વેપારીઓ આયાત કરે છે. શા માટે? ભેળસેળ કરવા જ ને? પકડીને સરકારે ફાંસીએ લટકાવી દેવા જોઇએ. આવા ચોખાને પારખવું મુશ્કેલ છે. આવા ચોખાથી અલસર, એસિડિટી અને પાચનની બિમારી થાય છે. હોર્મોન પ્રક્રિયા ખોરવે છે. યુરોપના 27 દેશોમાં પ્રતિબંધ છે. તો ભારત કોની રાહ જુએ છે? ભારતના વેપારી ચીનથી લાખો ડોલરની ચોખાની આયાત કરે છે. તાકીદે સરકારે પ્રતિબંધ મૂકી દેવો જોઇએ. તો આપણે શું કરી શકીએ. લોકજાગૃતિ એ એક જ ઉપાય છે. આપણે સાવધ થઇએ.

પ્લાસ્ટિક ચોખા રંગ, ગંધ, સ્વાદ અને દબાણ દ્વારા પરખાય છે. રાંધતી વખતે ચોખા કાળા દેખાય, પ્લાસ્ટિકની ગંધ આવે, ઓસામણનો સ્વાદ કડવો લાગે. ભારતના દાણા દબાય નહિ. જો સૂપ બનાવીએ તો ઉપર પ્લાસ્ટિકનું પડ તરતું દેખાશે. આવું આવું થાય તો જાણી જવું કે આમાં ચોખામાં પ્લાસ્ટિકના ચોખા ભેળસેળ થયેલા છે. તરત આવા ચોખાના નમૂના લઇ સરકારના જે તે વિભાગને જાણ કરી મોકલો. સાથે કયાંથી, કયા વેપારી વેચાણ કરે છે? તે પણ જણાવો. જાણકાર બનો, સતર્ક રહો.
સુરત              – ઇશ્વર સી. પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top