Business

સુરતમાં પ્લાસ્ટ શો 2026: નવી ટેક્નોલોજી સાથે મટિરિયલ રિસાયક્લિંગ અને સસ્ટેનેબિલિટી પર ખાસ ફોકસ

સુરત : આગામી તારીખ 2 થી 5 એપ્રિલ 2026 દરમિયાન સુરત ઇન્ટરનેશનલ એકિઝબિશન અને કન્વિનિશન સેન્ટર – સરસાણા ખાતે “સુરત પ્લાસ્ટ શો 2026” નું આયોજન કરાયું છે. આ પ્રદર્શન પ્લાસ્ટિક અને પોલિમર ઉદ્યોગ માટે નવીનતા, ટેક્નોલોજી અને વ્યાપારિક તકોને ઉજાગર કરતું એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે.

આ પ્રદર્શનમાં દેશના અનેક પ્રતિષ્ઠિત ઉદ્યોગકારો, ઉત્પાદકો અને સપ્લાયર્સ ભાગ લઈ રહ્યા છે. અહીં આધુનિક મશીનરી, અદ્યતન ટેક્નોલોજી, પેકેજિંગ સોલ્યુશન્સ અને રિસાયક્લિંગ ક્ષેત્રની નવી શોધોનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

સાઉથ ગુજરાત પ્લાસ્ટિક મેનુફેક્ચર્સ એસોસિયેશન સુરત ના પ્રમુખ કિશોરભાઈ વાઘાણી ના જણાવ્યા મુજબ આ શોમાં પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ અને રિસાયક્લિંગ સોલ્યુશન્સ પર ભાર મૂકવામાં આવ્યો છે, જેથી ઉદ્યોગ વધુ સસ્ટેનેબલ, રિસાયક્લિંગ દ્વારા સંસાધનોનો યોગ્ય ઉપયોગ અને પર્યાવરણ સંરક્ષણ માટેના પ્રયાસોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

આ કાર્યક્રમ ઉદ્યોગકારો માટે નેટવર્કિંગ, નોલેજ શેરિંગ અને નવા બિઝનેસ અવસરો શોધવાનો ઉત્તમ અવસર પૂરું પાડે છે. પ્રદર્શન દરમિયાન વિવિધ સેમિનાર, વર્કશોપ અને ટેકનિકલ પ્રેઝન્ટેશન્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

Most Popular

To Top