ઘર ઘર લીમડો લગાવો એ જ પુરાતન સાંચ આજે બધાએ પ્રદૂષણ ભગાવવું છે પણ પ્રયત્ન કોઇએ કરવો નથી. સરકારી કામ કાગળ પર વધી રહ્યું છે. રીયલમાં વૃક્ષારોપણને ઉછેરનું રીઝલ્ટ દેખાતું નથી. વડ, પીપળો ને લીમડો એ ઘરના ત્રિદેવ ઇશ્વરીય વૃક્ષો છે. પીપળો 100 ટકા, વડ 80 ટકા, ગુલમોર, કોનોકાર્પસ જેવા વિદેશી કે શોભાવાળાં વૃક્ષો વધુ વાવીએ છીએ જ્યારે વાયુમંડળમાં ઠંડક જ નહીં પ્રવેશે તો ગરમી તો વધે જ. 500 મીટરે એક વડ, પીપળો કે લીમડો રોપાય તો ગરમીનો ઇલાજ શક્ય છે. પીપળો તો વૃક્ષોનો રાજા છે.
ગીતામાં અશ્વસ્થ વૃક્ષ એમજ નથી કહ્યું. આ ધરા પર પ્રદૂષણને ગરમી વધારવા માટે માણસ જ તો કારણભૂત છે. હવે રોકર્ડબ્રેક ગરમી વધતી જાય છે. પણ હજી આપણે કારગત ઉપાય સોલ્યુશન તરફ ગંભીર નથી. ગાંધીનગર અને ચંદીગઢની પેટર્ને વૃક્ષઉછેર દરેક શહેર કરે એ ખૂબ જ જરૂરી છે. સરકારનું એકલાનું કામ નથી જનભાગીદારીથી કે જનજાગૃતિથી સારું પરિણામ મળે જ. ચાલો પેલ્લા વરસાદે બધા જ વૃક્ષારોપણ કરીએ.
સુરત – મુકેશ બી. મહેતા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
જે ધર્મમાં આસ્થા નથી તે ધર્મના દેવી-દેવતાઓના નામે ધંધો કરવો યોગ્ય છે?
એક વર્તમાનપત્રમાં પ્રકાશિત થયેલા સમાચાર પ્રમાણે ઉત્તર પ્રદેશના મંત્રી કપિલદેવ અગ્રવાલે કાવડયાત્રા દરમ્યાન મુસ્લિમ સમુદાયનાં લોકોને હિન્દુ દેવી – દેવતાઓના નામે દુકાનો ચલાવવાની મનાઈ કરી છે. કોંગ્રેસે આનો વિરોધ કર્યો છે. અહીં સૌથી મહત્ત્વનો પ્રશ્ન એ છે કે આખા દેશમાં હાઇ વે પર પણ મુસ્લિમ સમુદાયનાં લોકો હિન્દુ દેવી દેવતાઓના નામે દુકાનો ચલાવતા હોય જ છે તો તેઓને આ વાત અજુગતી નહીં લાગતી હોય? આમ જોવા જાવ તો આ વાત બિલકુલ વ્યાજબી નથી અને આજકાલથી નહીં, વર્ષોથી ચાલી આવે છે.
અરે હાઇ વે પરની દુકાનો છોડો, ફિલ્મ અને ટી.વી.નાં કલાકારો અને અમુક રાજકારણીઓ જેઓ મુસ્લિમ સમુદાયના હોવા છતાં હિન્દુ નામ ધારણ કરીને કામ કરે છે. જે પ્રશ્ન છે તે એ છે કે તેમાંથી કોઇને પણ આ વાત અજુગતી લાગતી નથી. પ્રજાની સાથે આ જાહેરમાં છેતરપિંડી છે પણ ઉપર જણાવ્યું તેમ આ વર્ષોથી ચાલતું આવે છે અને એક પ્રણાલી બની ચૂકી છે. ઉત્તર પ્રદેશના મંત્રી દ્વારા મૂકવામાં આવેલો પ્રતિબંધ અને કોંગ્રેસ દ્વારા તેનો વિરોધ આગળ ઉપર શું પરિણામ લાવે છે તે જોવું રહ્યું. પણ ભલે વર્ષોથી ચાલી આવતું હોય, આ વાત અજુગતી અને ગેરવ્યાજબી છે તે એક નિર્વિવાદ હકીકત ગણાવી જોઈએ.
સુરત – સુરેન્દ્ર દલાલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.