Charchapatra

વૃક્ષો વાવો, હરિયાળી લાવીએ

આજકાલ લોકો એસી, પંખા, કુલરના સહારે જીવતા થઈ ગયા છે, તો એ બધાની ભૂલ છે. ગરમીનાં રેકોર્ડ તૂટી રહ્યા છે. આવનારો સમય ભયાવહ હશે, જેનું અનુમાન લગાવવું મુશ્કેલ છે. ચોમાસાની શરૂઆતે વૃક્ષારોપણ થાય તો છોડ જીવવાની શક્યતા વધી જાય છે. ભારતમાં કરોડો વૃક્ષોની આવશ્યકતા છે. ગાંધીનગરમાં જે પ્રમાણે લીમડા અને અન્યવૃક્ષોનું વાવેતર થયું છે. તેવું તમામ જગ્યાએ થાય એ જરૂરી છે. નહીં તો હમણાં શરૂઆત છે. 45 ડિગ્રી ગરમીથી 50 થશે અને 55ને 60 થતાં વાર નથી લાગવાની. 56-57 ડીગ્રી ગરમીએ માણસ જીવીત નહીં રહી શકે એટલા માટે હમણાંથી જ એનો ઉપાય થાય અને વૃક્ષારોપણની શરૂઆત કરાય એક છોડમાંથી ઝાડ બનતાં ઓછામાં ઓછા 10 વર્ષ લાગે. જૂનમાં વરસાદની શરૂઆત થશે ઓછામાં ઓછા દસ છોડ (વૃક્ષ) આપણે સહ લાવીએ. ને હરિયાળી લાવીએ.
સુરત      – મુકેશ બી. મહેતા. (બામણિયા) – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top