પટના: પટના (Patna) એરપોર્ટ (Airport) પર સ્પાઈસ જેટના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. પ્લેનમાં (Palne) આગ (Fire) લાગવાની માહિતી મળી આવી છે. દિલ્હી (Delhi) જઈ રહેલા આ પ્લેનને પટના એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યું છે. આ પ્લેનમાં 185 લોકો સવાર હતા. અત્યાર સુધીના રિપોર્ટ અનુસાર પ્લેનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે. કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી. સ્થાનિક લોકોએ આ ઘટના અંગે જિલ્લા પ્રશાસનને જાણ કરી હતી. જે બાદ પ્રશાસને એરપોર્ટ અધિકારીઓને એલર્ટ કરી દીધા હતા. મોટી વિમાન દુર્ઘટના ટળી હતી.
આ પ્લેને પટનાના જયપ્રકાશ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી સવારે 12.10 વાગ્યે ઉડાન ભરી હતી. ટેક-ઓફના થોડી સમય પછી આ વિમાનના નીચેના ભાગે આગ લાગી હતી. મળતી માહિતી મુજબ સ્થાનિક લોકોનું કહેવું છે કે લોકોએ વિમાનની નીચેની બાજુએ આગ જોઈ અને જોરદાર અવાજ આવ્યો. લોકોએ તે પ્લેનમાંથી ધુમાડો નીકળતો જોયો. ઘટનાની જાણકારી મળતા જ એરપોર્ટ પ્રશાસન અને તેની સાથે જોડાયેલા તમામ વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા .મળતી માહિતી મુજબ પહેલા નક્કી કરવામાં આવ્યું હતું કે આ પ્લેનને બિહટા એરફોર્સ પર લેન્ડ કરવામાં આવશે, પરંતુ પછી આ પ્લેનને પટનાના જયપ્રકાશ ઇન્ટરનેશનલ એરપોર્ટ આગ લાગવાના કારણે લેન્ડ કરવામાં આવ્યું હતુ.
લોકોને સાવચેતી માટે એરપોર્ટ ઉપર એમ્બ્યુલન્સની ગાડીઓ તૈનાત કકવામાં આવી છે. મળતી માહિતી મુજબ પ્લેનમાં આગ લાગી હતી ત્યારે પ્લેનનો અવાજ પણ બદલાઈ ગયો હતો. વિમાન દુર્ઘટના થાય તે પહેલા આ ફ્લાઈટને સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવી છે. મુસાફરો સાથે વાતચીત કરતા જાણકારી મળી આવી છે કે પ્લેન ટેક ઓફ કરી રહ્યું હતું સમયે પ્લેનનો અવાજ બદલાઈ ગયો હતો. તે સામાન્ય વિમાનના અવાજ કરતા અલગ બદલાયેલો અવાજ હતો. અવાજ પરથી લાગતું હતું કે પ્લેનમાં કોઈ સમસ્યા છે. અંદરોઅંદર ગભરાટ વધી રહ્યો હતો, પણ કશું નહીં થાય તેમજ તેઓનો જીવ સુરક્ષિત છે એવી લોકો આશા રાખી રહ્યાં હતા. વિમાન દુર્ઘટના ટળી જતાં મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો. માહિતી મળતા જ અનેક મુસાફરોના પરિવારજનો અહીં પહોંચી ગયા હતા. કેટલાક મુસાફરોએ જણાવ્યું હતું કે તેઓએ આગના તણખા પણ જોયા હતાં. મુસાફરોએ જણાવ્યું કે પ્લેન ટેક ઓફ કરતાની સાથે જ સ્પાર્ક થવા લાગ્યું હતું, પરંતુ પાયલોટની બુદ્ધિમત્તાને કારણે અકસ્માત ટળી ગયો હતો.