World

Video: કાઠમાંડૂના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર પ્લેન ક્રેશ થયું, 18નાં મોત

નવી દિલ્હી: નેપાળથી (Nepal) ફરી એકવાર અકસ્માતના મોટા સમાચાર સામે આવ્યા હતા. અહીં આજે બુધવારે કાઠમાંડૂના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્લેન ક્રેશ (Plane crash) થયું હતું. આ પ્લેન એરપોર્ટ પર ટેક ઓફ કરતી વખતે ક્રેશ થયું હતું. આ પ્લેન કાઠમાંડૂથી (Kathmandu) પોખરા જઈ રહ્યું હતું અને તેમાં 19 લોકો સવાર હતા.

પ્રાપ્ત વિગતો મુજબ નેપાળની રાજધાની કાઠમાંડૂમાં આજે એક મોટી પ્લેન ક્રેશ દુર્ઘટના ઘટી હતી. જેમાં કાઠમાંડૂના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્લેન ક્રેશ થયું હતું. આ પ્લેનમાં 19 લોકો સવાર હતા, જેમાંથી 18 લોકોના મોત થયા હોવાના અહેવાલ સામે આવ્યા હતા. સ્થાનિક મીડિયા અનુસાર, કાઠમાંડૂના એરપોર્ટ પર બુધવારે થયેલા વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના મૃતદેહ મળી આવ્યા છે.

જાણો કેવી રીતે થયું પ્લેન ક્રેશ
પ્રાથમિક માહિતી અનુસાર, ટેક-ઓફ દરમિયાન પ્લેન લપસી જવાને કારણે આ દુર્ઘટના થઈ હતી. અસલમાં ટેક-ઓફ દરમિયાન પ્લેન લપસી ગયું હતું અને આ દુર્ઘટના ઘટી હતી. ત્યારે આ દુર્ઘટનાની માહિતી મળતા જ રાહત અને બચાવ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. તેમજ પ્લેનમાં લાગેલી આગને વહેલી તકે
ઠારવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા, જેથી અન્ય મુસાફરોને શોધી શકાય.

અકસ્માત બાદ એરલાઇન્સ તરફથી યાદી જાહેર કરાઇ

પોખરા જતા લોકો અકસ્માતનો ભોગ બન્યા
પ્લેનમાં ક્રૂ અને ટેક્નિકલ સ્ટાફ સહિત 19 લોકો સવાર હતા, જેઓ પોખરા જઈ રહ્યા હતા. ત્યારે એરપોર્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વિમાન ટેકઓફની મિનિટોમાં રનવે પરથી સરકી જતાં આગ લાગી હતી. ત્યાર બાદ આ દુર્ઘટના ઘટી હતી. તેમજ વિમાન દુર્ઘટનાની તસવીરોમાં ધુમાડાના કાળા ગોટેગોટા અને જ્વાળાઓ જોઈ શકાય છે. જો કે વિમાનમાં ફક્ત એરલાઇન્સનો ટેક્નિકલ સ્ટાફ હોવાની માહિતી મળી હતી. વિમાનમાં કોઈ યાત્રિ મુસાફરી કરી રહ્યા ન હતા. જેની માહિતી એરપોર્ટના ઈન્ફર્મેશન ઓફિસરે આપી હતી.

પાયલટને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો
એરપોર્ટ પર તૈનાત એક સુરક્ષા અધિકારીએ પીટીઆઈને જણાવ્યું કે વિમાનના પાયલટને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. તેમજ પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો દુર્ઘટના સ્થળે બચાવ કામગીરી કરી રહ્યા છે. વિમાનમાં લાગેલી આગ ઓલવાઈ ગઈ છે. જો કે વિમાનમાં સવાર મુસાફરોની હાલત અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી.

Most Popular

To Top