અમદાવાદમાં આજે બપોરે પ્લેન ક્રેશની દુર્ઘટના સર્જાઈ છે. આ ક્રેશમાં 100થી વધુ પેસેન્જરના મોતની આશંકા છે. આ પ્લેનમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સવાર હતા. તેઓના મૃત્યુના સમાચાર સામે આવી રહ્યાં છે, ત્યારે આ પ્લેનમાં સુરતના જાણીતું તબીબ દંપતી પણ સવાર હોવાના અહેવાલ સામે આવ્યા છે.
આ પ્લેનમાં સુરતના રાંદેર-અડાજણ પાટિયા રોડ પરના તબીબ ડો. હિતેશ શાહ અને તેમના પત્ની ડો. અમિતા શાહ સવાર હતા. રાંદેર રોડ પર સ્મિત સર્જીકલ હોસ્પિટલ જાણીતું નામ છે. આ હોસ્પિટલના માલિક એવા ડો. હિતેશ શાહ અને તેમના પત્ની ડો. અમિતા શાહ આજે અમદાવાદથી લંડન જતી ફ્લાઈટમાં લંડન જઈ રહ્યાં હતાં.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદમાં એરઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયું તેમાં રાંદેર-અડાજણ પાટીયાના સ્મિત સર્જીકલ હોસ્પિટલનું તબીબ દંપતી ડો. હિતેશ શાહ અને તેમના પત્ની અમીતા શાહ પણ સવાર હતા. ડો. હિતેશ શાહ લંડન ખાતે પોતાની બહેનના ઘરે જઈ રહ્યાં હતા.
સુરતના ડો. સ્મિત શાહ બહેનનો બર્થ ડે સેલિબ્રેટ કરવા લંડન જઈ રહ્યાં હતાં, દુર્ઘટના પહેલાં મિત્ર સાથે ફોન પર વાત થઈ
અમદાવાદમાં સર્જાયેલી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં સુરતના રાંદેર-અડાજણ પાટિયા રોડના જાણીતા સ્મિત સર્જીકલ હોસ્પિટલના ડો. હિતેશ શાહ અને તેમના પત્ની અમીતા શાહ પણ સવાર હતા.
આ દંપતી ડો. હિતેશ શાહના લંડન નિવાસી બહેનના 70મી વર્ષગાંઠની ઉજવણી કરવા માટે લંડન જઈ રહ્યાં હતાં. એરપોર્ટ પર ચેકિંગ કર્યા બાદ અમીતા શાહે પોતાની અંગત મિત્ર અને સાઈકિયાટ્રીસ્ટ ડો. આરતી મહેતા સાથે ફોન પર વાત કરી હતી. પોતે ચેકિંગ કરી લીધું અને થોડી વારમાં પ્લેનમાં બોર્ડિંગ કરશે તેવો મેસેજ આરતીબેને મિત્ર ડો. આરતી મહેતાને આપ્યો હતો.
ડો. આરતી મહેતાએ કહ્યું કે, ડો. હિતેશ શાહ સુરતના તબીબી જગતનું ખૂબ જ રિસ્પેક્ટેડ નામ છે. તેમના પરિવારમાં બે દીકરા સ્મિત અને સ્નેહ છે. બંને દીકરાઓ લંડનમાં સેટલ થયા છે. ડો. હિતેશ શાહની બહેનનો 70મો બર્થ ડે હોય તેના સેલિબ્રેશન માટે દંપતી લંડન જઈ રહ્યું હતું.