Charchapatra

 પ્લેન ક્રેશ અને સંભવિત વાસ્તવિકતા

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં બ્લેક બોક્ષ મળી આવ્યા બાદના પ્રાથમિક રિપોર્ટમાં દોષનો ટોપલો પાયલોટ પર ઢોળાયો હોય, એવું નથી લાગતું? જેમાં ફ્યુઅલ સ્વીચ બંધ કરી દીધી હતી. જો પેટ્રોલની સ્વીચ ઓફ હોય, તો પ્લેન ઉપર ગયું જ કેવી રીતે? પાયલોટ મેન્ટલી સ્ટ્રોંગ અને વેલ ટ્રેઈન્ડ હોય છે. આપઘાતને પણ કદાચ અવકાશ નથી. પાયલોટ આવી ભૂલ કરે એ શક્ય નથી. અહીં બીજી રીતે પણ વિચારતાં, પુલવામા, પઠાણકોટ અને પહેલગામમાં જે થઈ શકે તેમ પ્લેન ક્રેશ પણ ન થઈ શકે? આ તો રહસ્ય ઘેરાતું જાય છે અને રહસ્ય ખૂલશે કે કેમ એ પણ એક રહસ્ય છે.આપણે લાંબા રુટ પર જતાં પહેલાં કારનું પેટ્રોલ પણ ચેક કરીએ છીએ તો આટલા મોટા પ્લેનનું પેટ્રોલ કે એન્જીન કંઈ ચેક જ ન કર્યું? આ તો કંપની હવે એની બેદરકારી કે ફોલ્ટ ન સ્વીકારી પાયલોટના માથે નાંખે છે જે હયાત જ નથી. હવે તો બ્લેક બોક્સમાં રેકોર્ડ થયેલ સત્ય બહાર આવે તો જ સત્ય ઉજાગર થાય. પણ મૂળ સત્ય ક્યારેય જનતા સમક્ષ બહાર આવવાનું નથી. એ પણ એક કડવું સત્ય છે.
– સુરત,     કલ્પના વિનોદ બામણિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top