Charchapatra

સુરતના ખાડા

જૂનું સુરત હતું ત્યારે રસ્તા બદતર જ હતા. ડામરના રસ્તા, થોડો વરસાદ પડતાં જ ઠેર ઠેર ખાડાઓ પડી જતાં અને ખાડાઓમાં પાણી ભરાતું. જેઓએ જોયું છે. અનુભવ્યું છે તે વર્ષોવર્ષ બન્યું છે. ચોમાસાની સીઝનમાં આ અનુભવ કરવો પણ અદ્ભુત છે. ઘણાં લોકોને કકળાટ કરવાની આદત પડી ગઈ હોય છે. થોડું સહન કરવું એ માનવીય સ્વભાવ હોવો જોઈએ. રસ્તાઓ બનાવવામાં કૌભાંડો થવાં એ પણ સામાન્ય બની ગયું છે. જ્યાં જૂની સમસ્યાઓ વર્ષોથી ચાલી આવે છે. તે સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવા પ્રતિનિધિઓ, અધિકારીઓ, એન્જિનિયરોએ માનવતાના ધોરણે ચોમાસા અગાઉ આગોતરી યોજના કરવી જોઈએ.

હવે જાગૃત સરકાર કયાં સુધી આવું ચાલવા દેશે? જેમ વિસ્તાર વધે છે, વસ્તી વધે છે તેમ સુવિધાઓમાં પણ વધારો થવો જોઈએ.  નં.1 ગણાતી સુરત મહાનગરપાલિકા દર વર્ષે ચોમાસામાં કેમ ગોથું ખાઈ જાય છે? વધુ વરસાદ પડયાના બહાના હેઠળ છટકી જવાની બેદરકારી શરમજનક ઘટના કહી શકાય. સમસ્યાનો ઉકેલ આવે નહીં ત્યાં સુધી કમિશ્નર અને અધિકારીઓએ રસ્તા પર રહેવું જોઈએ. એટલે કે સતત કાર્યરત રહેવું જોઈએ. ‘કર ભલા તો હોગા ભલા’.
સુરત     – ગોપાલ.આર.પરમાર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

ભ્રષ્ટાચારીમાં હદ વટાવતું વહીવટી તંત્ર
દીવા તળે અંધારું, પૈસા ફેંકી કોઈ પણ કામ નિર્વિઘ્ને આંખના પલ્કારામાં સમેટાઈ જાય છે. સામાન્ય ફરિયાદીને ધક્કે ચઢાવે છે. કેબિનની બહાર બેઠેલા ચપરાશી સાહેબ નથી નોટનું પત્તું કામ કરી જાય છે. કેબિનની બહાર અને અંદર પણ આ જ રિશ્તો ચાલે છે. રેશનિંગનું અનાજ, કેરોસીન, ગેસના બાટલા, આધારકાર્ડ, રેશનકાર્ડ, જન્મ અને મરણનો દાખલો પણ બનાવટી હજારોના સરેઆમ વેચાય છે. સરહદી રાજ્યો પરની ઘૂસણખોરી, રાજકર્તાઓ, વોટબેંકની લાલચે પણ અર્થતંત્ર પર અકારણ બોજો વધારે છે. ચર્ચિલે વારંવાર કહ્યું હતું આપણી પ્રજા લોકશાહીને લાયક નથી.
અડાજણ, સુરત   – અનિલ શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top