હથોડા : ઉત્તર પ્રદેશના બરઠી નંદગંજ વિસ્તારમાંથી સગીરાને લગ્નની લાલચ આપી લલચાવી પટાવીને ભગાડી લાવેલા પુખ્ત વયના યુવાને પીપોદરા (Pipodara) જીઆઇડીસી (GIDC) ખાતે આશરો લીધો હતો. જ્યાથી પાલોદ પોલીસે (Police) યુવકને સગીરા સાથે ઝડપી પાડ્યો હતો. ઘટનાની વિગત એવી છે કે ઉત્તર પ્રદેશના ગાજીપુર જિલ્લાના બરઠી નંદગંજ વિસ્તારમાં રહેતો આદિત્યકુમાર માર્કન્ડે બિંદ એજ વિસ્તારમાં રહેતી સગીરાને લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હતો.
સગીરા સાથે આરોપીને ઝડપી પાડી યુપીની પોલીસને હવાલે કર્યા
સગીરાના માતા પિતાએ ઉત્તર પ્રદેશના નંદગંજ પોલીસ મથકમાં સગીરાનું અપહરણ કરી ગયાની ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે યુપીની પોલીસ હરકતમાં આવી તપાસ હાથ ધરતા આરોપીનું મોબાઈલ લોકેશન સુરત જિલ્લાના કોસંબા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના પીપોદરા જીઆઇડીસી ખાતે મળ્યું હતું. જેથી ઉત્તર પ્રદેશની પોલીસે અત્રેની પોલીસને જાણ કરતા પાલોદ પોલીસ ચોકીના જમાદાર નલિનભાઈ ગોવિંદ ભાઇએ બાતમીદારોને કામે લગાડી બાતમી મેળવીને સગીર વયની સગીરા સાથે આરોપીને ઝડપી પાડી યુપીની પોલીસને હવાલે કર્યા હતા.
કડોદરામાં મોબાઇલ સ્નેચિંગ કરતા ૩ ઇસમોને પોલીસે દબોચી લીધા
પલસાણા : મોબાઇલ સ્નેચરો કડોદરા સ્થિત હનુમાન મંદિરની સામે રોડ પ૨ મોપેડ સાથે ઉભા હોવાની બાતમી મળતાં કડોદરા પોલીસની ટીમે સ્થળ પર જઇ મોપેડ નંબર જીજે ૦૫ એક્ષએચ ૫૩૪૫ ૫૨ આવેલા આનંદ વિષ્ણુ પ્રસાદ પાંડે (ઉ.વ ૨૦ રહે. બમરોલી રોડ, પાંડેસરા), રાહુલ વિદ્યાંચલ ઓજા તેમજ શુભમ વિનય કુમાર તીવારી (ઉ.વ ૧૯. ૨હે. બમરોલી રોડ પાંડેસરા, તમામ મૂળ રહે. ઉત્તર પ્રદેશ)ને પકડી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી મોબાઇલ, મોપેડ મળી કુલ ૨૫ હજારના મુદ્દામાલ સાથે ઝપી પાડી આગળની તજવીજ હાથધરી હતી.
વિદેશીદારૂ ના જથ્થા સાથે બુટલેગરની અટકાયત
અંકલેશ્વર: અંકલેશ્વર તાલુકા ના અંદાડા ગામની કૈલાશ ટેકરી માંથી ભરૂચ એલસીબી પોલીસે 52 હજાર ઉપરાંત ના વિદેશીદારૂ ના જથ્થા સાથે બુટલેગર ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે .પોલીસ સૂત્રીય માહિતી મુજબ ભરૂચ એલસીબી પોલીસ ને ની ટીમને અંકલેશ્વર વિસ્તાર માં પેટ્રોલિંગ દરમ્યાન અંદાડા ગામ ની કૈલાસ ટેકરી ફળીયા માં રહેતો ભાવિન હર્ષદ મોદી વિદેશીદારૂ નો વેપલો ચલાવી રહ્યો હોવાની મળેલી માહિતી ના આધારે રેડ કરતા વિદેશીદારૂ નો જથ્થો મળી આવ્યો હતો એલસીબી પોલીસે ભાવિન મોદી ની અટકાયત કરી 52 હજાર 800 ની કિંમત નો વિદેશીદારૂ નો જથ્થો કબ્જે કરી તેની વિરુદ્ધ શહેર પોલીસ મથક માં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે