National

દિલ્હી-કોલકાતા જતી ફ્લાઇટના પાયલટે કહ્યું હું થાકી ગયો છું અને પેસેન્જરો અંતાક્ષરી રમવા લાગ્યાં

નવી દિલ્હી: પહેલા ફલાઈટમાં (Flight) પેશાબકાંડ જેવી ઘટનાઓએ જોર પક્ડયું હતું ત્યારે હવે ફલાઈટના પાયલટોને (Pilots) જાણે જોર ચઢ્યું છે. થોડાં દિવસ પહેલા જ એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં પાયલટે કહ્યું હતું કે મારી ડ્યૂટી (Duty) પૂરી થઈ અને ત્યાંથી નીકળી ગયો હતો ત્યારે હવે આવો જ એક બીજો કિસ્સો સામે આવ્યો છે જેમાં પાયલટે કહ્યું કે હું થાકી ગયો છું હવે હું આગળ નહિં જાવ. જો કે આ કિસ્સામાં પેસેન્જરોએ (Passengers) કંટાળો ન આવે તે માટે રમત રમી હતી.

દિલ્હીથી કોલકાતા જતી ઈન્ડિગો ફ્લાઇટ નંબર 6E2517 રાત્રે 8.30 કલાકે બુધવારે દિલ્હીથી કોલકાતા જવાની હતી. પાયલટ સમયસર ન આવવાથી ફલાઈટ એક કલાક મોડી પડી હતી. એર હોસ્ટેસના જણાવ્યા અનુસાર પાયલટ થોડા સમય પહેલા જ આસામના જોરહાટથી આવ્યા હતા. ખરાબ હવામાનને કારણે તેમની ફ્લાઈટનું લેન્ડિંગ મોડું થયું હતું. લેન્ડિંગ કર્યા પછી પાયલટે કહ્યું કે હું ખૂબ જ થાકી ગયો છું અને તે ફલાઈટ છોડી જતો રહ્યો હતો. આ કારણોસર નવા પાયલટનો આલ્કોહોલ ટેસ્ટ કરાવ્યા બાદ ડ્યુટી પર મોકલવામાં આવ્યો હતો. પાયલટની રાહ જોતા તમામ મુસાફરો કંટાળવાની જગ્યાએ ફલાઈટમાં અંતાક્ષરી રમ્યા હતા. નવા પાઇલટની એન્ટ્રી પછી લગભગ 9.30 કલાકે ફલાઈટે ટેકઓફ કર્યું હતું. ફ્લાઈટમાં 180 મુસાફરો સવાર હતા.

લંડનથી દિલ્હી આવતી ફ્લાઈટ જયપુરમાં લેન્ડ કરી પાયલોટે કહ્યું, મારી ડ્યૂટી પૂરી થઈ અને જતો રહ્યો…
એર ઈન્ડિયાની એક ફલાઈટ લંડનથી દિલ્હી પરત ફરી રહી હતી. પરંતુ દિલ્હીમાં વરસાદી વાતાવરણના કારણે તેમજ હવામાન ખરાબ હોવાના કારણે તેને જયપુર ઈમરજન્સી લેન્ડ કરાવવામાં આવી હતી. દિલ્હી જતી ફ્લાઇટને તેની મુસાફરી ફરીથી શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી પરંતુ પાઇલટે ‘અમારી ફરજના કલાકો પૂરા થઈ ગયા છે’ એમ કહીને ફલાઈટને ઉપાડવાનો ઇનકાર કર્યો હતો. જેનાં કારણે લગભગ 350 જેટલા મુસાફરોને અટવવાનો વારો આવ્યો હતો. અંતે પાઈલટ ન માનતા મુસાફરોએ વૈકલ્પિક માર્ગ અપનાવવો પડ્યો હતો.

Most Popular

To Top