Vadodara

ઐતિહાસિક ધરોહર નજીક ગંદકીની ભરમાર, હોર્ડિંગ્સના ઢગલા

વડોદરા : નવા વર્ષનો પ્રારંભ થઈ ગયો છે.ત્યારે સ્માર્ટ સિટી વડોદરા ફ્રી ગાર્બેજ સિટી બનશે કે કેમ ? જેને લઇ સવાલો ઉઠ્યા છે શહેરનાં ઐતિહાસિક ન્યાય મંદિર ઇમારતને સાર સંભાળ લેવામાં પાલિકા તંત્ર નિષ્ફળ નીવડ્યું છે,ત્યાં તો દરરોજ આ ઈમારતની આસપાસ ગંદકીની ભરમાર જોવા મળી રહી છે. જેના કારણે વડોદરાના સિનિયર સિટીઝનો પણ હવે તંત્ર પ્રત્યે પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.

વડનગરી વડોદરા માં જ્યારે ગાયકવાડી શાસન હતું તે દરમિયાન શહેરની સુંદરતા કંઈક અલગ જ હતી શહેરમાં ચારે તરફ હરિયાળી સ્વચ્છતા જોવા મળતી હતી. શહેરની ઐતિહાસિક ધરોહર બાગ બગીચાઓ તળાવો તેમજ વિવિધ સર્કલો પર લગાવાયેલા ફુવારાઓ આકર્ષણનું કેન્દ્ર બનતા હતા.જ્યારે એ સમયમાં ન તો તળાવમાં ગંદકી કે પછી જળચર જીવોના મોત થતા હતા.પરંતુ જેમ જેમ સમય બદલાતો ગયો તેમ તેમ નવા અધ્યતન અને ડિજિટલ યુગમાં નવી ટેકનોલોજી અપનાવવામાં આવી તેમજ હરિયાળી ઓ દૂર થઈ અને તેની જગ્યા પર કોન્ક્રીટના જંગલો થવા માંડ્યા. હાલના આ અધ્યતન યુગમાં શહેરને સાંઘાઈ બનાવવા તરફ તંત્ર એ દોટ મૂકી છે.

કાયદો છે પણ તેની અમલવારી થતી નથી જેના કારણે છાશવારે અનેક કટકીખોરોને મોકળુ મેદાન મળી જતું હોય છે. શહેરના એવા કેટલાય વિસ્તારો છે જ્યાં ગેરકાયદેસર દબાણો થયેલા છે જેમાંથી કેટલાક ખાણીપીણીની લારી ધારકો દ્વારા શહેરની ઐતિહાસિક ઇમારતોને ગંદકી કરી નુકસાન પહોંચાડવામાં આવે છે શહેરની ન્યાયમંદિર ઇમારતને પણ નુકસાન થઈ રહ્યું છે આ ઐતિહાસિક ધરોહરને જાણે કચરાપેટીનો ડબ્બો ના સમજી બેઠા હોય તેમ અહીં કચરો નાખવામાં આવે છે સાથે સાથે વિસ્તારના જ કેટલા મોડી રાત સુધી પોતાનો અડીંગો બનાવીને બેઠેલા કેટલાક તત્વો આ ઐતિહાસિક ઈમારતની દીવાલો ઉપર શૌચ ક્રિયા કરતા હોય છે. જેના કારણે સ્થાનિક વેપારીઓ સહિત આ માર્ગ ઉપરથી પસાર થતા અનેક લોકોને માથું ફાડી નાખે તેવા દૂષિત વાતાવરણમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે.અગાઉ પણ અનેક વખત આ બાબતે સ્થાનિક વેપારી જૂથ દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી છતાં પણ આજ દિન સુધી તંત્રના પેટનું પાણી હાલ્યું નથી.

એકત્ર થતાં ઢોરોના કારણે અકસ્માતનો ભય
વડોદરા શહેરમાં 250 કચરા કેન્દ્રોને નાબૂદ કરવા ના દાવા ખોટા સાબિત થઈ રહ્યા છે શહેરના વિવિધ વિસ્તારોમાં કચરાપેટી માર્ગો પર હોવા છતાં પણ રોડ ઉપર કચરાના ઢગ પડ્યા છે શહેરના કમાટી બાગ બાલ ભુવન સામે આવેલા પંપીંગ સ્ટેશન બહાર કચરાપેટી છે પરંતુ આ કચરાપેટી માંથી કચરો એકત્ર કરવામાં નહીં આવતો હોવાનું સામે આવ્યું છે. કચરો બહારજ ઢગ રૂપે પડી રહેતા રખડતા ઢોરો તેને પોતાનો ખોરાક સમજી આરોગી રહ્યા છે તો બીજી તરફ આવી કચરા પેટીઓના કારણે રખડતા ઢોરો એકત્ર થતાં હોય ઘણી વાર ઢોરો અંદરો અંદર ખોરાક આરોગવા બાબતે પણ એકબીજા પર શીંગડા વડે ભેટીઓ મારતા હોય છે.આ દરમિયાન ઘણી વખત તો જાહેર માર્ગ ઉપર આવી જતા હોય છે જેના કારણે પસાર થઈ રહેલા વાહનચાલકોમાં પણ અકસ્માતનું જોખમ રહેલું છે.

Most Popular

To Top