કર્ણાટક, કેરલ, મહારાષ્ટ્ર અને ગોવામાં પ્રક્રોપ બતાવ્યા બાદ હવે અરબ સાગરમાં ઉદભવેલા ચક્રવાત તૌકતે સોમવારે ગુજરાત પહોંચ્યું હતું. ગુજરાતમાં તૌકતે વાવાઝોડાએ સોમવારે સાંજથી જ એન્ટ્રી કરી લીધી હતી. દીવ, ઉના, વેરાવળથી આગળ વધીને હાલ 18 મેની વહેલી સવારે વાવાઝોડું અમરેલી સુધી પહોંચ્યુ હતુ. વાવાઝોડાના કારણે દરેક જિલ્લામાં વધતી ઓછી અસરો જોવાઈ છે . કાચા મકાનોના છાપરા રમકડાંની જેમ ફંગોળાયા હતા ,હજારો વૃક્ષો ધરાશાયી થયા છે ત્યારે કેટલીય જગ્યાઓ પર ઝાડ પડી જવાના કારણે વાહોને નુકશાન થયા છે. અલગ અલગ જગ્યાની તારાજીની તસવીરો
સુરતમાં ઉભેલી રીક્ષા પર ઝાડ પડતા રિક્ષાને નુકશાન
નવસારીમાં વાવાઝોડાના અતિ વેગના કારણે એંગલ સાથે હોર્ડિંગ ઝૂકી ગયું
ઉનામાં તોકેતના કારણે ઇલેક્ટ્રિક ડીપી તૂટી પડ્યું
દુકાનોના પતરાના શેડ ઉડીને રસ્તાઓ પર
દરિયાકિનારે ખાણીપીણીના સ્ટોલની દશા