વડોદરા : સમા પોલીસ સ્ટેશનના PI એન.એચ.બ્રહ્મભટ્ટના છત્રછાંયા હેઠળ તેમજ તેઓની હપ્તાબાજીના કરણે? તેમના વિસ્તારમાં ખૂલ્લે આમ વિદેશી દારૂ તેમજ દેશી દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે. જેનો વીડિયો સોશીયલ મીડિયા પર વાયરલ થયો છે. હજી તો સ્ટેટ વિજિલન્સની ટીમ પર સમા પોલીસની હપ્તાબાજીના કારણે બેખોફ બનેલા બૂટલેગરો દ્વારા કરાયેલા જીવલેણ હુમલાની શાહી સુકાઈ નથી ત્યારે વિવાદીત સમાના PI બ્રહ્મભટ્ટની બદલી થઈ ગઈ તેમ છતાં તેઓની કારકિર્દીને વધુ કલંકિત કરતો વીડિયો વાયરલ થયો છે.
શહેરના સમા વિસ્તારમા આવેલા સમા ગામ નવીનગરી ખાતે ખૂલ્લેઆમ ધમધમતા દારૂના અડ્ડ પર સ્ટેટ વિજિલન્સની ટીમ દરોડા પાડવા ગઈ હતી. ત્યારે ટીમે દારૂ પણ ઝડપી પાડ્યો હતો. પરંતુ સમા પોલીસની હપ્તાબાજીના કારણે બેખોફ બનેલા બૂટલેગરોએ તે ટીમ પર હુમલો કરી દઈ પોતાનો દારૂ છોડાવી ગયા હતા. જ્યારે હુમલાખોરો પકડાયા બાદ રીમાન્ડ પર છે. પરંતુ તે દરમિયાન જ ભ્રષ્ટ સમા PI બ્રહ્મભટ્ટ?ના આશીર્વાદથી તેમજ બદલી પહેલા વધુ પૈસા કમાવા? તેમના જ વિસ્તારમાં બૂટલેગરોને જાણે ખુલ્લો દોર આપી દિધો હોય તેમ દારૂના ધંધા ધમધમી રહ્યા છે. જોકે તેનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયો સમા વિસ્તારના સંજયનગરનો છે ત્યારે હવે એ જોવાનું રહે છે કે, ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્ટેટ વિજિલન્સ પર હુમલો થયા બાદ ઉપરાંત તે દરમિયાન જ સમામાં સમા પોલીસાના સ્ટાફની છત્રછાંયા હેઠળ ધમધમતી દારૂની હાંટડીઓને લઈ શું કાર્યવાહી કરવામાં આવે છે. વાયરલ વીડિયોને લઈ સમાના PI એન.એચ.બ્રહ્મભટ્ટનો સંપર્ક કરતા તે થઈ શક્યો ન હતો.
દારૂડિયાઓ અડ્ડાઓ સુધી પહોંચી શકે છે, પરંતુ પોલીસ ફરકતી પણ નથી ?
શહેરમાં ધમધમતા દારૂના અડ્ડાઓ પર સામાન્ય નાગરીક દારૂ લેવા પહોંચી શકે છે. અને સ્થળનો વીડિયો પણ વાયરલ થઈ શકે છે. પરંતુ સ્થાનિક પોલીસ તો ઠીક પોલીસની અન્ય સ્કોર્ડો ત્યાં ફરકતી પણ નથી અથવા હપ્તાબાજી ચલાવી પાછલા રસ્તે નીકળી જાય છે. જોકે સમા પોલીસની છત્રછાયા હેઠળ કેટલીક જગ્યાઓએ વિદેશી દારૂ સહિત દેશી દારૂના ધંધા ધમધમી રહ્યા છે. ત્યારે તે વિસ્તારમા તાજેતરમાં પોલીસને મારમારવાનો બનાવ બન્યા બાદ પણ સ્થાનિક પોલીસ દ્વારા હપ્તાબાજીના નેટવર્કને વધુ વધારવા બૂટલેગરોને ખુલ્લો દોર આપી દિધો હોય તેમ દારૂની હાંટડીઓ જબરજસ્ત ધમધમી રહી છે.
પોલીસ પર હુમલો થયા પછી પણ સમામાં દારૂ ખૂલ્લેઆમ મળી રહ્યો છે
સમા પીઆઈ બ્રહ્મભટ્ટની બદલી સુરત શહેર ખાતે થઈ ગઈ છે. પરંતુ તેઓને હાલ હજી શહેરમાંથી છુટા કરવામાં આવ્યા નથી. ત્યારે તેઓની ફરજ દરમિયાન જ તેમના વિસ્તારમાં સ્ટેટ વિજિલન્સની ટીમ પર બૂટેગરોએ તે ટીમને મારમાર્યો હોવાનો બનાવ બન્યો હતો. જોકે આ બાદ તેમના વિસ્તારમાં દારૂ મળતુ બંધ થઈ જવાના બદલે હજી પણ ખૂલ્લેઆમ દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે. ત્યારે પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. જો દારૂ લેવા સમાન્ય નાગરીક ત્યાં પહોંચી શકે છે. તો પોલીસ કેમ નહીં. કે પોલીસને જાણ હોય તેમ છતાં હપ્તાબાજી ચલાવી અજાણ બની રહ્યી છે.