ફોટોગ્રાફી એક એવી વસ્તુ છે જેમાં ખાસ ક્ષણોને તસવીરોમાં કેદ કરીને તેમને હંમેશા હંમેશા માટે યાદગાર બનાવી શકાય છે. એક સમય હતો જ્યારે લોકો પાસે કેમેરો ન હતો. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં લોકો ફોટો પડાવવા માટે કેટલાય કિલોમીટર દૂર ફોટો સ્ટૂડિયોમાં જતા હતા. પરંતુ આજના સમયમાં લગભગ બધા જ લોકો પાસે કેમેરો અથવા કેમેરાવાળો મોબાઇલ હોય છે જેની મદદથી તેઓ ક્યાંય પણ અને ક્યારેય પણ પોતાની યાદગાર ક્ષણો કેમેરામાં કેદ કરી શકે છે તેને પોતાની પાસે હંમેશા માટે સાચવીને રાખી શકે છે.. સુરતમાં પણ ઘણા લોકો એવા છે જે ફોટોગ્રાફીના શોખીન છે અને તેમણે ફોટોગ્રાફીને જ પોતાનું કરિયર બનાવી લીધું છે. ‘ગુજરાતમિત્ર’ સિટી પલ્સે શહેરના જાણીતા ફોટોગ્રાફરો સાથે વાત કરીને તેમના એવોર્ડ વિનીંગ અને મોસ્ટ પોપ્યુલર થયેલા ફોટા પાછળની કહાની જાણી હતી.
અવોર્ડ – ફર્સ્ટ પ્રાઈઝ ઈન કોમ્પિટીશન ઓફ મધર લવ
એક માતા પોતાના બાળકને તકલીફ ના પડે તે માટે કેટલું કષ્ટ લે છે તે આ ફોટોમાં દર્શાવવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે મેં જ્યારે આ ફોટો ક્લિક કર્યો ત્યારે લોકડાઉનનો સમય ચાલતો હતો. હું દરરોજ આ ફેમિલીને ઓબ્ઝર્વ કરતો હતો. બાળકની મા રોજ સવારે બાળકને માલિશ કરી તેને સવારે કુમળા તડકામાં થોડીવાર સુવડાવતી હતી. હું તે દિવસે આ ક્લિક લેવા ગયો હતો પણ મને દુનિયાની સૌથી બેસ્ટ ક્લિક મળી ગઈ. હું સવારે ૧૦ વાગ્યેનો આ ક્લિક લેવા માટે ત્યાં બેઠો હતો. બપોરે ખૂબ તડકો હતો અને બાળકનું ઘોડિયું બહાર પડ્યું હતું. મને એમ હતું તેના પિતા આ ધોડિયું અંદર લઈ જશે પણ એટલામાં તેની માતા ત્યાં આવી અને તેના ખભા પર ધોડિયું મુકાને અંદર લઈ ગઈ. તેના પિતાએ બાળકને તેડી રાખ્યું હતું. આ જોઈને એવું લાગ્યું કે માતા તેના સંતાનો માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે
એવોર્ડ – ફર્સ્ટ પ્રાઈઝ ઈન કોમ્પિટીશન ઓફ પેન્ડેમિક કી કહાની ફોટો કી જુબાની, SMC
આ ફોટો કોરોના મહામારી વખતનો છે. આ લહેરમાં મારા એક મિત્રને પણ કોરોના ભરખી ગયો હતો. હું તેના અગ્નિદાહ માટે ત્યાં ગયો હતો. ઘણી લાશોને તેમના કુટુંબીજનો જ અગ્નિદાહ આપવાની ના પાડતા હતા. આવા સમયે હું કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિમાં ગયો ત્યારે મેં જોયું કે એક મુસ્લિમ વ્યક્તિ હિન્દુ વ્યક્તિના અવસાન બાદ અંતિમ ક્રિયામાં તેની મદદ કરી રહ્યો છે. જ્યારે કોરોનાથી મૃત્યુ પામેલા વ્યક્તિના એક બાદ એક મૃતદેહો આવી રહ્યા હતા ત્યારે લોકો ધર્મ, નાત-જાત ભૂલીને એકબીજાની મદદ કરી રહ્યા હતા, ત્યારે એવું લાગી રહ્યું કે આપણે બધા ધર્મ અને સમાજનો ભેદભાવ રાખ્યા વિના વિપત્તિમાંથી બહાર નિકળી શકીશું અને કોરોનાને હરાવીને જ જંપીશું. મેં આ ભાઈચારીની ક્લિક મારા મોબાઈલમાં કેદ કરી લીધી. કોરોના કાળ દરમિયાન ભાઈચારાની ભાવના મજબૂત બની હતી. આ ફોટો તેનું ઉત્તમ ઉદાહરણ છે.
એવોર્ડ- મોસ્ટ પોપ્યુલર ફોટો
આ ફોટો ડાંગમાં ક્લિક કરવામાં આવ્યો છે. સુરતની નજીક આવેલું ડાંગ ફરવા માટેનું પ્રખ્યાત સ્થળ છે. ફોટોગ્રાફર અનિકેત સોનીએ જણાવ્યું હતું કે અમાસની રાતે અમે ડાંગમાં મિલ્કી વે ની ક્લિક કરવા અમારા ટેન્ટથી થોડા દુર ગયા અને મેં દુરથી ટેન્ટ જોયા તો ખૂબ આલિશાન નજારો દેખાતો હતો. રાતના ત્રણ વાગ્યા સુધી અમે મિલ્કી વે ની રાહ જોઈ અને જેવો તેનો પ્રકાશ અમારા ટેન્ટ પર આવ્યો અને મેં 100 ક્લિક બાદ આ ફાઈનલ ક્લિક મેળવી. આ ફોટો ડાંગની નાઈટ બ્યુટી દર્શાવે છે. આ ફોટામાં તારાઓની વચ્ચે ઘેરાયેલી ડાંગની ખૂબસુરત સ્ટરી નાઈટ દેખાઈ રહી છે.
એવોર્ડ – પોપ્યુલર ફોટો ઓફ UTSAV બુક
આ ફોટો ઉતરાયણ વખતનો છે. આ ફોટોને ભારતની સૌથી મોટી, મોંધી અને સૌથી વધારે વજનવાળી UTSAV બુકમાં સ્થાન આપવામાં આવ્યું છે. સુરતમાં ઉતરાયણ ધૂમધામથી ઉજવાય છે. મારે ઉત્તરાયણનો એક સારો ફોટો લેવો હતો. હું દિવસે મારા ફ્રેન્ડના બિલ્ડીંગ પર પતંગ ઉડાડવા ગયો ત્યારે મને આ સીન જોયો પણ હજી હું પ્રિપ્રેર થાવ તે પહેલા જ પાંચ મિનિટમાં સુર્ય આથમી ગયો. મારે આ ફોટો ક્લિક કરવો હતો. હું બીજા દિવસે ફરી મારા ફ્રેન્ડના ધાબા પર ચડી ગયો. બપોર પછી સતત એ સીન પાછો ક્યારે ક્રિએટ થાય તેની રાહ જોતો હતો. કેમ કે પાંચ મિનટ પણ આમથી તેમ થઈ જાત તો ઉતરાયણની ક્લિક લેવી મારા માટે અશક્ય હતી. હું બે ક્લાક તે મોમેન્ટની રાહ જોતો રહ્યો. આખરે જેવો સુર્યની વચ્ચે પતંગ આવ્યો કે મેં આ ફોટો ક્લિક કરી લીધો