Business

હવે 4G સ્માર્ટફોનમાં પણ ચાલશે 5G ઇન્ટરનેટ, સાથે મળશે આ તમામ ફાયદા

મુંબઈ: Reliance Jio Infocomm Limited (Jio) એ Jio True 5G નેટવર્ક પર ચાલતી વાઈફાઈ (Wifi) સેવા શરૂ કરી છે. JioTrue5G સંચાલિત વાઈફાઈ રાજસ્થાનના (Rajasthan) નાથદ્વારાથી શરૂ કરવામાં આવ્યું છે. આ સુવિધા સાથે, તમે 5G સ્માર્ટફોન (Smart Phone) વિના વાઈફાઈ સાથે કનેક્ટ કરીને 4G સ્માર્ટફોન પર પણ 5G ઇન્ટરનેટનો લાભ લઈ શકશો. જણાવી દઈએ કે અગાઉ 2015માં મુકેશ અંબાણીએ પણ નાથદ્વારાથી જ Jio કંપનીની 4G સર્વિસ શરૂ કરી હતી. Jio True 5G સંચાલિત વાઈફાઈ લોન્ચ કરતાં, આકાશ અંબાણીએ દરેકને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી. તેમણે કહ્યું કે Jioનું હાઈ-સ્પીડ 5G નેટવર્ક ટૂંક સમયમાં દેશના દરેક ખૂણે ખૂણે શરૂ થશે. જણાવી દઈએ કે ગઈકાલે જ ચેન્નાઈમાં 5G નેટવર્ક શરૂ કરવામાં આવ્યું છે.

  • Jio વપરાશકર્તાઓને ‘વેલકમ-ઓફર’ સમયગાળા દરમિયાન મફત વાઈફાઈ સેવા મળશે
  • 5G સ્માર્ટફોન વિના પણ Wi-Fi સાથે કનેક્ટ થવાથી, 4G સ્માર્ટફોન પર પણ 5G ઇન્ટરનેટનો લાભ લઈ શકાય છે
  • Jio True 5G વાઈફાઈ શૈક્ષણિક સંસ્થાઓ, ધાર્મિક સ્થળો, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેન્ડ, કોમર્શિયલ હબ જેવા સ્થળોએ ઝડપી ઇન્ટરનેટ ઍક્સેસને સક્ષમ કરશે
  • દિલ્હી, મુંબઈ, કોલકાતા અને વારાણસી પછી હવે નાથદ્વારા અને ચેન્નાઈ Jio True 5G નેટવર્ક સાથે જોડાયેલા છે

Jio વપરાશકર્તાઓને Jio વેલકમ ઑફર સમયગાળા દરમિયાન આ નવી વાઈફાઈ સેવા મફતમાં મળશે. અન્ય નેટવર્કનો ઉપયોગ કરતા લોકો પણ Jio 5G વાઈફાઈ નો મર્યાદિત ઉપયોગ કરી શકશે. એટલે કે, જો તેઓ Jio 5G સંચાલિત વાઈફાઈની સંપૂર્ણ સેવાનો ઉપયોગ કરવા માંગતા હોય, તો તેમણે Jioના ગ્રાહક બનવું પડશે. રસપ્રદ વાત એ છે કે Jio True 5G વાઈફાઈ થી કનેક્ટ થવા માટે ગ્રાહક પાસે 5G હેન્ડસેટ હોવો જરૂરી નથી. તે 4G હેન્ડસેટથી પણ આ સેવા સાથે જોડાઈ શકે છે. એટલે કે Wi-Fi દ્વારા 4G સ્માર્ટફોનમાં પણ 5G સેવાનો લાભ લઈ શકાય છે. જણાવી દઈએ કે તાજેતરમાં જ દિલ્હી, મુંબઈ, કોલકાતા અને વારાણસીમાં 5G સેવા શરૂ કરવામાં આવી હતી. હવે તેનું વિસ્તરણ કરીને, કંપનીએ નાથદ્વારા અને ચેન્નાઈમાં રોલઆઉટ કર્યો છે. કંપની ટૂંક સમયમાં અન્ય શહેરોમાં પણ 5G સેવા શરૂ કરવાની યોજના બનાવી રહી છે.

Most Popular

To Top