આકાશવાણી એફ. એમ. સુરત કેન્દ્રએ ‘‘ફોન ઈન કાર્યક્રમ રજુ કરે છે. ઊધઘોષક ભાઈ બહેનો શ્રોતા મિત્રો સંગાથે વાતો ખુબજ સારી રીતે કરે છે. પરંતુ દુ:ખની વાત છે કે શ્રોતામિત્રોની પુરાના ગીતની પસંદગી પ્રત્યે બડે નારાજ લાગે છે અને પોતાનીજ પસંદગીનું ગીત રજુ કરે છે. વાતો તમારી સાથે પસંદગી તો અમારીજ એ સુર ધ્યાનમાં રાખે છે. ‘‘ફોન ઈન’’ કાર્યક્રમ એટલે શું ? કે શ્રોતા મિત્રોની સાથે વાત કરી એમની જ પસંદગીનું ગીત રજુ કરે. પુરાના ફિલ્મી ગીત પ્રત્યે ધ્યાન આપતા નથી. અને નવાજ ગીતો સંભળાવે છે તો મારી નમ્ર વિનંતી છે કે શ્રોતા મિત્રોની પસંદગી ભલે ચાહે પુરાના ગીતની છે. પરન્તું એમને નવા સંગીત પ્રત્યે દબાણ નહી કરે.
આકાશવાણી એફ એમ સુરત કેન્દ્રનાં સર્વ ઊદ્ઘોષક ભાઈ બહેનોને અમારી નમ્ર વિનંતી છે કે ‘‘પુરાના ગીતની પસંદગી પુરી કરે. થોડુક વધારે રળવાથી શ્રોતામિત્રોથી આનંદ સંતોષ થાય માટે મહેનત કરજે.
નિયોલ -અનિલ દેસાઈ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.