સુરત: યોગીચોક ખાતે રહેતા રત્નકલાકાર (Diamond worker)ને પુણાગામમાં શરીર સુખ (Sex) માણવા જવાનું ભારે પડ્યું હતું. અજાણી મહિલા (Unknown lady)ની વાતોમાં વિક્રમનગર સોસાયટીમાં પહોંચતા જ ચાર અજાણ્યાઓએ ડુપ્લીકેટ પોલીસ (Duplicate police)ના નામે ધસી આવી યુવકને માર મારી લમણે પિસ્તોલ (Pistol) તાણી દીધી હતી. યુવક પાસેથી 5 લાખની માંગણી (Ransom) કરી અંતે 3 લાખમાં તોડ કરી નાસી ગયા હતા
સરથાણા યોગીચોક ખાતે તિરૂપતિ સોસાયટીમાં રહેતો 31 વર્ષીય વૈભવ ચંદુભાઈ નાવડિયા હીરા મજૂરી કરે છે. તે મૂળ ભાવનગરના ઉમરાળા તાલુકાના લંગાળાનો વતની છે. તેણે પુણા પોલીસ સ્ટેશન (Puna police station)માં મંજુબેન, હિરલબેન ઝાલા (રહે-ઘરનં-૧૭૩,પહેલા માળે, વિક્રમનગર સોસાયટી વિભાગ-૧, પુણાગામ), ભારતી, દિલીપભાઈ ઝાલા (રહે-ઘરનં-૧૭૩,પહેલા માળે, વિક્રમનગર સોસાયટી વિભાગ-૧, પુણા ગામ) અને પોલીસ તરીકેની ખોટી ઓળખ આપનાર ચાર અજાણ્યાઓ સામે ફરિયાદ (FIR) દાખલ કરાવી છે. ગત 5 ઓગસ્ટે બપોરે વૈભવ મીની બજાર વરાછા કામ અર્થે ગયા હતા. ત્યારે તેમના મોબાઈલ ફોન ઉપર અજાણ્યા નંબર પરથી ફોન (phone call) આવ્યો હતો. જેમાં બે વર્ષ પહેલા મુલાકાત થઈ હોવાની ઓળખ આપી પોતાનું નામ મંજુ હોવાનું કહ્યું હતું. તેણે વૈભવને કોઈ છોકરી સાથે શરીર સુખ માણવું હોય તો સીતાનગર ચોકડી પાસે આવીને ફોન કરવા કહ્યું હતું.
ત્યાં જઈને વૈભવે ફોન કરતા મંજુબેને પુણાગામ ખાતે વિક્રમ નગર સોસાયટીમાં ઘરનં-173 ના પહેલા માળે બોલાવી હતી. અંદર જતા બે મહિલા અર્ધવસ્ત્ર પહેરીને બેસેલી હતી. મંજુબેનએ શરીર સુખ માણવા માટે પહેલા 1000 રૂપિયાની માંગણી કરી હતી. વૈભવે આ મહિલાઓ વિશે અને મકાન વિશે પુછતા આ મકાન દિલીપભાઈ ઝાલાનું હોવાનું તથા એક મહિલા હિરલબેન ઝાલા તેની પત્ની હોવાનું કહ્યું હતું. વૈભવે 1000 રૂપિયા આપી રસોડાની પાછળના રૂમમાં 20 થી 25 વર્ષીય યુવતીને લઈને અંદર ગયો હતો. યુવતીએ પોતાનું નામ ભારતી તરીકે જણાવી ઝડપથી કામ પુરૂ કરવા કહ્યું હતું. તે સમયે ત્યાં અચાનક ચાર અજાણ્યા ધસી આવ્યા હતા. જેમાંથી એક વ્યક્તિએ પુણા પોલીસ સ્ટેશનમાંથી આવ્યા હોવાનું કહ્યું હતું.
પોલીસ કંટ્રોલરૂમમાં ફોન આવ્યો કે અહીં સેક્સ રેકેટ ચાલે છે. તમે અહીં આવા ગેરકાનુની કામો કરો છો. તેમ કહી વૈભવને ગાળો આપી કોલર પકડીને ગાલ ઉપર ઝાપટ મારી હતી. અન્યોએ પણ ઝાપટ મારી હતી. જેમાંથી એકજણાએ મને હાથમાં હથકડી પહેરાવી દીધી હતી. અને પોલીસ સ્ટેશન લઈ લ્યો તેવું કહ્યું હતું. વૈભવે આજીજી કરતા અજાણ્યાઓએ પાંચ લાખમાં સેટિંગ થશે તેવું કહ્યું હતું. પરંતુ આટલી મોટી રકમ નહીં હોવાનું કહેતા તેને માર માર્યો હતો અને તેના મિત્રોને ફોન કરીને સેટીંગ કરવા કહ્યું હતું. દરમિયાન વૈભવને ધમકી આપી એક જણાએ પિસ્તોલ કાઢી લમણા ઉપર તાકી દીધી હતી. બાદમાં 3 લાખનો તોડ કરી અવાવરૂ જગ્યાએ મૂકી ત્રણ અજાણ્યા ભાગી ગયા હતા. બીજા દિવસે વૈભવે આ બનાવની જાણ તેના મિત્ર દિલીપ અને અન્ય મિત્રોને કરી હતી. પુણા પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
ત્રણ મિત્રો પાસેથી 3 લાખ અજાણ્યો સાથે જઈને લઈ ગયો
વૈભવ ડરી જતા તેને મિત્ર મયુર કુંભાણી, હર્ષદભાઈ અણઘણ તથા અજય ગોરસીયાને ફોન કરી પાંચ લાખની માંગણી કરી હતી. થોડીવારમાં મયુરે 50 હજાર, હર્ષદે 50 હજાર અને અજયે 2 લાખ મળી 3 લાખનું સેટિંગ કર્યું હતું. આ અંગે ચારેયને જણાવતા તેમને વૈભવની સાથે એક માણસ આવશે અને બીજા બે માણસો પાછળ આવશે, અને જો કોઈ હોશિયારી કરી તો આ બંદુકથી ત્યાંજ ઠોકી દઈશું તેવું કહ્યું હતું. ચાર પૈકી એક અજાણ્યો વૈભવની સાથે તેની બાઈક ઉપર બેસી ગયો હતો. વરાછા મીની બજારમાં મયુરભાઈની ઓફિસમાં જઈ આ અજાણ્યાએ 50 હજાર લઈ લીધા હતા. ત્યાંથી કતારગામ જીઆઈડીસી ખાતે હર્ષદભાઈની ઓફિસમાંથી 50 હજાર લઈ લીધા હતા. બાદમાં સણીયા ગામ શુભમ ઇન્ડસ્ટ્રીઝ ખાતે અજયભાઈની ઓફિસમાં 2 લાખ લઈ લીધા હતા.
3 લાખ લઈ અવાવરૂ જગ્યાએ લઈ છોડી ગયા
વૈભવને આ અજાણ્યા ત્રણેય જગ્યાએથી 3 લાખ રૂપિયા લઈને સીમાડા ચેક પોસ્ટ પાસે અવાવરુ જગ્યાએ લઈ ગયો હતો. જ્યાં બીજા બે તેમની બાઈક જીજે-05-એસજી-4495 લઈને ઉભા હતાં. ત્યાં ત્રણેયે આ બનાવની વાત કોઈને કરી તો તને છોડીશું નહીં ગમે ત્યાંથી શોધી તારૂ પિક્ચર પુરૂ કરી નાખીશું તેવી ધમકી આપી હતી. ત્યાંથી ત્રણેય અજાણ્યા ત્રણ સવારી બેસીને નીકળી ગયા હતાં.