આપણે બીજા દેશની વાત નહીં કરીએ, ભારતની જ વાત કરીએ એમ કહેવાય કે ભારતીય ત્યાં સુધી જ શાહુકાર છે કે જ્યાં સુધી તેને ચોરી કરવાની તક મળતી નથી! આપણે આપણા સંબંધોમાં- નોકરીમાં- ધંધામાં છેતરપિંડી કરીએ જ છીએ અને તેમ છતાં આપણે હિન્દુસ્તાની છીએ! આપણે સંબંધમાં કોઈને ભેટ આપવાની હોય તો ઘરમાં પડેલ જૂની ચીજવસ્તુને સાફ-સફાઈ કરી નવા પેકીંગમાં ભટકાડી દઈએ છીએ, રોંગ સાઈડ જવું અને તે પણ ફૂલ સ્પીડ, પ્રેમ પણ જોઈએ છે અને પૈસો પણ જોઈએ છે, રૂપિયાની લાલચ આપી કાયદેસર કે ગેર કાયદેસર રીતે ડરાવી ધમકાવી તેની સાથે મનમાની કરી લેવી, સામાન્ય બાબતમાં લડાઈ-ઝઘડા કરવા, ચોરી-ચપાટી કરવી, લૂંટફાટ કરવી, પોતાના સ્વાર્થ માટે બીજાનું જે પણ નુકસાન થતું હોય તે કરી લેવું.
નાની-મોટી રકમ લઈ લાંચ-રૂશ્વત કરી નાના-મોટા ગુન્હા કરી છૂટી જવું, દુશ્મન દેશ માટે ખૂલ્લે આમ જીદાબાદના નારા લગાડવામાં આવતા હોય, બેન-દીકરીઓની સલામતીના પ્રશ્નો ઉઠતા હોય, જ્યાં સંવિધાન પહેલા ધર્મને માનવામાં આવતો હોય, રામ ભગવાનના અસ્તિત્વ પર પ્રશ્ન ઉઠાવાતો હોય, જેને પોતાનો ધર્મ નિભાવ્યો તેના 57 દેશો છે, જેને ભાઈચારો અને માનવતા નિભાવી આજે પોતાના જ દેશમાં પોતાના અસ્તિત્વ બચાવવામાં લાગેલા છે. આવું તો હજુ દશ ગણું લખી શકાય પણ આટ-આટલું થાય છે, ચાલે છે, ચલાવાય છે તો પણ ફીર ભી દિલ હૈ હિન્દુસ્તાની??!!
સુરત – પરેશ ભાટિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે