Gujarat

સુરત સહિત ગુજરાતની તમામ મેડિકલ કોલેજના PG રેસિડેન્ટ તબીબો આ માંગ સાથે હડતાળ પર ઉતર્યા

અમદાવાદ: અમદાવાદ, સુરત સહિત સમગ્ર ગુજરાતમાં PG રેસિડેન્ટ તબીબો બોન્ડની માંગ સાથે હડતાળ પર ઉતર્યા છે. કોરોના (Corona) કાળમાં મેડિકલ કોલેજના (Medical college) PG રેસિડેન્ટ તબીબોએ (Doctors) હોસ્પિટલમાં સેવાઓ આપી હતી. પરંતુ આજે રાજ્યની તમામ મેડિકલ કોલેજના PG રેસિડેન્ટ તબીબો હડતાળ (Strike) પર ઉતર્યા છે. તેમણે સરકારને 24 કલાકનું એલ્ટિમેટમ આપ્યું છે. જો તેમની માંગને લઈને સરકાર દ્વારા કોઈ યોગ્ય નિર્ણય ન આવલે તો તમામ તબીબો આંદોલન કરશે.એટલું જ નહીં તમામ તબીબો માત્ર ઈમરજન્સી અને કોવિડ ડ્યૂટીનો પણ બહિષ્કાર કરશે.

બોન્ડની માંગને લઇને રેસિડેન્ટ તબીબો દ્વારા હડતાળ પર ઉતર્યા છે. તબીબો દ્વારા 24 કલાકનુંં એલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. જો તબીબો હડતાળ પાડશે તો તેના લીધે કોવિડ અને ઇમરજન્સી સિવાયની તમામ સેવાઓ બંધ રહેશે. જો રેસિડેન્ટ તબીબોની માંગને લઇને કોઇ નિર્ણય નહીં આવે તો આવતી કાલથી તબીબો ઇમરજન્સી અને કોવિડ ડ્યૂટીનો પણ બહિષ્કાર કરશે.

જાણો કઈ માંગના કારણે PG રેસિડેન્ટના તબીબો ઉતર્યા છે હડતાળ પર
કોરોના કાળ દરમિયાન મેડિકલ કોલેજના PG રેસિડેન્ટ તબીબોએ હોસ્પિટલમાં સેવાઓ આપી હતી તબીબોએ કોવિડ સમયગાળામાં જે કામગીરી કરી તેને બોન્ડમાં સમાવેશ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. 2019ની બેંચના સિનિયર તબીબો કોવિડ ડ્યુટીને બોન્ડમાં ગણવામાં આવે તેવી માંગ કરી રહ્યાં છે. 2020માં કોરોના દરમિયાન સિનિયર રેસિડેન્ટ તબીબોએ કોવિડ પરિસ્થિતિમાં સેવા આપી હતી. 2017-18ની બેંચના તબીબોની કોવિડ ડ્યુટીને સરકારે બોન્ડમાં ગણીને રાહત આપી હતી. તો આ સમયગાળા દરમિયાન 2019ની બેંચના તબીબોએ પણ કોવિડ કામગીરી કરી હતી. જેને લઈને 2019ના તબીબો બોન્ડની માંગ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ રેસિડેન્સી તબીબો દ્વારા અલગ અલગ સ્તરે રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ તબીબોને આ અંગે કોઈ હકારાત્મક પ્રતિસાદ ન મળતા આખરે તેમણે હડતાળ પર ઉતરવાનો નિર્ણય કર્યો છે. જેથી બુધવારે સવારે 11 વાગ્યાથી તમામ રેસિડેન્ટ તબીબો હડતાળ પાડશે અને કામથી અળગા રહેશે. નોંધનીય છે કે વર્ષ 2019ની બેંચના તબીબી વિદ્યાર્થીઓ દ્વારા તેમની 36 મહિનાની રેસીડેન્સીમાંથી સૌથી વધુ 17 મહિના કોવિડની સેવામાં આપી હોવાથી તેઓને પણ બોન્ડ સેવામાં રાહત મળે તેવી માંગ કરી રહ્યા છે. જો તેમની માંગને પૂરી કરવામાં ન આવે તો તેઓ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. હાલમાં તબીબોના હડતાળના કારણે સિવિલ હોસ્પિટલમાં OPDમાં સારવાર માટે આવતા દર્દીઓએ હાલાંકીનો સામનો કરવો પડશે. જો કે ઈમરજન્સી સેવા અને કોવિડ સેવા યથાવત રહેશે.

Most Popular

To Top