Vadodara

15 સપ્ટે.ના રોજ મધ્યગુજરાતના પેટ્રોલ પંપ માલિકો પેટ્રોલ નહીં ખરીદે

વડોદરા: કમિશન વધારવા ઉપરાંત અન્ય માંગણીઓ મુદ્દે પેટ્રોલપંપોના સંચાલકોએ ફરી નો પરચેઝ ડેનું એલાન કર્યું છે. તા.૧૫ના રોજ વડોદરા ઉપરાંત મધ્ય ગુજરાતના સરકારી ઓઇલ કંપનીઓના ૪૫૦ જેટલા પેટ્રોલપંપો દ્વારા પેટ્રોલ અને ડીઝલની ખરીદી નહી કરી સરકાર સામે વિરોધ પ્રદર્શિત કરશે. શહેર અને જિલ્લામાં એચપીસીએલ, આઇઓસી અને બીપીસીએલ કંપનીના કુલ ૧૬૨ પેટ્રોલપંપો છે જ્યારે મધ્ય ગુજરાતમાં કુલ ૪૫૦ જેટલા પેટ્રોલપંપો છે.

સરકારી ઓઇલ કંપનીઓના પેટ્રોલપંપોના માલિકો દ્વારા છેલ્લા છ વર્ષથી પેટ્રોલ અને ડીઝલનાવેચાણમાં કમિશન વધારવાની માંગણી કરવામાં આવી રહી છે પરંતુ સરકાર દ્વારા આ અંગે કોઇ નિર્ણય નહી લેવામાં આવતા તબક્કાવાર આંદોલન પેટ્રોલપંપો દ્વારા કરવામાં આવતા હોય છે. પેટ્રોલપંપોના સંચાલકો દ્વારા એવા પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે સરકાર દ્વારા ચર્ચા કરવા માટે અમને બોલાવવામાં પણ આવતા નથી.પેટ્રોલ અને ડીઝલના વેચાણમાં કમિશન વધારવાની માંગણી સાથે તા.૧૫ના રોજ પેટ્રોલપંપના સંચાલકો કંપનીઓમાંથી પેટ્રોલ અને ડીઝલની ખરીદી નહી કરે.

સૂત્રોએ જણાવ્યું હતું કે નો પરચેઝ ડે બાદ પણ સરકારની આંખ નહી ઉઘડે તો તા.૧ ઓક્ટોબરથી પેટ્રોલપંપો ચાલુ. રાખવાનો સમય ઘટાડી દેવાશે. ઉલ્લેખનીય છે કે મધ્ય ગુજરાતમાં વડોદરા ઉપરાંત આણંદ, ખેડા, ગોધરા, છોટાઉદેપુર, ભરૃચ, નર્મદા જિલ્લામાં આવેલા પેટ્રોલંપંપોનું પેટ્રોલ અને ડીઝલ વડોદરા જિલ્લામાં કોયલી ખાતે બીપીસીએલ તેમજ દુમાડ ખાતે એચપીસીએલ અને આઇઓસીના ડેપોમાંથી વિતરણ થતું હતું. એક દિવસ નો પરચેઝ ડેના કારણે ત્રણે ડેપોમાંથી ૧૨ લાખ લીટર પેટ્રોલ અને ડીઝલનો ઉપાડ ત્રણે ડેપોમાંથી નહી થાય.

Most Popular

To Top