ગાંધીનગર: 29 માર્ચ, 2022ના રોજ દેશમાં ફરી એકવાર પેટ્રોલ (Petrol) અને ડીઝલના (Diesel) ભાવમાં (Price) વધારો થયો છે. આ સાથે જ રાજધાની દિલ્હીમાં (Delhi) પેટ્રોલ ફરી એકવાર 100 રૂપિયા પ્રતિ લીટરને પાર પહોંચી ગયું છે. સાથે જ ગુજરાતના (Gujarat) પણ અનેક શહેરોમાં પેટ્રોલનો ભાવ 100ને પાર પહોંચી ગયો છે. છેલ્લા આઠ દિવસમાં આ સાતમી વખત છે જ્યારે ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ (Oil Marketing company ) પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો (Price increase) કર્યો છે. આજે પેટ્રોલના ભાવમાં 80 પૈસા અને ડીઝલના ભાવમાં 70 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે.
- અમદાવાદમાં પેટ્રોલ 99.90, રાજકોટમાં 99.67, જામનગરમાં 99.84:
- ભાવનગર, સુરેન્દ્રનગર, પોરબંદર, સુરત, અમરેલી, બોટાદ, દ્વારકા, જુનાગઢ, કચ્છ જેવા જીલ્લાઓમાં ભાવ 100 થી વધુ
વધેલી કિંમતો સાથે, દિલ્હીમાં પેટ્રોલનો આજનો દર 100.21 રૂપિયા અને ડીઝલનો ભાવ 91.47 પર પહોંચી ગયો છે. ગુજરાતમાં પણ રૂા.100ની નજીક પહોંચી ગયો છે. હવે એક વખત ભાવ વધે એટલે ગુજરાતમાં 100 રૂપિયાને પાર થઈ જાય તેમ છે. જણાવી દઈએ કે સાત દિવસના વધારાને કારણે દેશમાં પેટ્રોલ અને ડીઝલ 4.80 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થઈ ગયું છે.
37 દિવસની સ્થિરતા બાદ 22 માર્ચે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 80 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. જૂન 2017માં દરરોજ કિંમતોમાં સુધારો કરવાના નિયમ બાદ આ સૌથી મોટો વધારો હતો. ત્યારપછીના દિવસોમાં એટલે કે છેલ્લા સાત-આઠ દિવસમાં લગભગ દરરોજ પેટ્રોલ 30 અને 50 પૈસા પ્રતિ લિટર અને ડીઝલ 55 અને 35 પૈસા પ્રતિ લિટર મોંઘું થયું છે.
જણાવી દઈએ કે સોમવારના કારોબારમાં કાચા તેલમાં ઘટાડો જોવા મળ્યો હતો. ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર 3.56 ટકા ઘટીને $116.35 પ્રતિ બેરલ હતું. તે જ સમયે, સોમવારે ભારતીય વાયદાના વેપારમાં કાચા તેલની કિંમત 2.77 રૂપિયા ઘટીને 8,574 રૂપિયા પ્રતિ બેરલ થઈ ગઈ.
ગુજરાત: પેટ્રોલ -રૂ,99.90 પ્રતિ લિટર
દિલ્હી: પેટ્રોલ – ₹100.21 પ્રતિ લિટર; ડીઝલ – ₹91.47 પ્રતિ લિટર
મુંબઈ: પેટ્રોલ – ₹115.04 પ્રતિ લિટર; ડીઝલ – ₹99.25 પ્રતિ લિટર
કોલકાતા: પેટ્રોલ – ₹109.68 પ્રતિ લિટર; ડીઝલ – ₹94.62 પ્રતિ લિટર
ચેન્નાઈ: પેટ્રોલ – રૂ. 105.94 પ્રતિ લિટર; ડીઝલ – ₹96 પ્રતિ લિટર
લખનૌઃ પેટ્રોલ – 100.06 રૂપિયા પ્રતિ લીટર, ડીઝલ – 91.62 રૂપિયા પ્રતિ લીટર
બેંગલુરુ: પેટ્રોલ – ₹105.62 પ્રતિ લિટર; ડીઝલ – ₹89.70 પ્રતિ લિટર