સુરત શહેરમાં પેટ્રોલ અને ડીઝલ અનુક્રમે રૂપિયા ૧૦૦ અને ૯૯ પર પહોંચ્યા. જે પ્રક્રિયા હજુ ચાલુ છે. પેટ્રોલ ડીઝલના વધતા ભાવ ફક્ત વાહનમાલિકોને જ અસર નથી કરતા પરંતુ દરેકે દરેક કુટુંબોના વપરાશમાં આવતી ઘણી જીવનજરૂરી ચીજ–વસ્તુઓના ભાવના વધારામાં પરિણમે છે જેને કારણે એમનું બજેટ ખોરવાય છે. એક અભ્યાસ મુજબ મે મહિનાના પહેલા અઠવાડિયાથી અત્યાર સુધીમાં પેટ્રોલ–ડીઝલની કિંમતમાં અંદાજે પાંત્રીસ વખત વધારો થયો છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લાગુ પડાતા ટેક્ષને કારણે પેટ્રોલ ડીઝલ મોંઘા થાય છે જે હજી સુધી જીએસટી ના દાયરામાં નથી આવ્યા. એક અંદાજ મુજબ કેન્દ્ર સરકારની એક્સાઇઝ ડ્યુટીની કુલ આવકમાં લગભગ નેવું ટકા હિસ્સો પેટ્રોલિયમ પ્રોડક્ટસનો છે જે અંદાજે ૨૦૧૪ થી સતત વધતી રહી છે.
સુરત – હિતેન્દ્ર ભટ્ટ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
પેટ્રોલ – ડીઝલનો ભાવવધારો
By
Posted on