છેલ્લાં કેટલાક સમયથી સમગ્ર દેશમાં પેટ્રોલ-ડિઝલના ભાવ આસમાને ગયા છે. પેટ્રોલના ભાવમાં વધારો થયાના સમાચાર લગભગ રોજ અખબારોમાં વાંચવા મળે છે! પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો થતાં ટ્રાન્સપોર્ટેશનના ભાવમાં વધારો આવે છે. જેનાથી જીવનજરૂરી ચીજ વસ્તુઓની હેર-ફેર મોંઘી બનતા અંતે તો આ ભાવ વધારો ગરીબ અને મધ્યમ વર્ગને જ માથે આવે છે.
આની સામે દિલ્હીની અરવિંદ કેજરીવાલની સરકારે થોડા સમય અગાઉ જ ડિઝલ પર લાગતા ‘‘વેટ’’(વેલ્યુ એડેડ ટેક્સ’)માં ઘટાડો કર્યો છે. પરિણામે ડિઝલના ભાવમાં ઘટાડો થયો છે. દિલ્હી સરકારની જેમ દેશની અન્ય રાજ્ય સરકારોએ પણ ડિઝલ પર લાગતા ‘‘વેટ’’ટેક્સમાં ઘટાડો કરવો જોઈએ. જેથી કરીને જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ નિયંત્રણમાં આવશે. દેશની અન્ય રાજ્ય સરકારો દિલ્હી સરકારને અનુસરશે?
સુરત. – મહેશ વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.