Sports

ભારતીય ક્રિકેટ ટીમનું નામ બદલવાની દિલ્હી હાઈકોર્ટમાં અરજી, જ્જે કહ્યું..

દિલ્હી હાઈકોર્ટે બુધવારે ભારતીય ક્રિકેટ ટીમનું નામ બદલવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. અરજદારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ને રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ માટે “ભારતીય ક્રિકેટ ટીમ” નામનો ઉપયોગ કરવાથી રોકવાની માંગ કરી હતી. મુખ્ય ન્યાયાધીશ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને ન્યાયાધીશ તુષાર રાવ ગેડેલાએ જાહેર હિતની અરજી (PIL) દાખલ કરવા બદલ વકીલ રિપક કંસલને ઠપકો આપ્યો હતો.

બાર અને બેન્ચના અહેવાલ મુજબ જસ્ટિસ ગેડેલાએ કહ્યું, “શું તમે કહી રહ્યા છો કે ટીમ ભારતનું પ્રતિનિધિત્વ કરતી નથી? આ ટીમ દરેક જગ્યાએ ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. તમે કહી રહ્યા છો કે તેઓ ભારતનું પ્રતિનિધિત્વ કરતા નથી? આ ટીમ ઇન્ડિયા નથી? જો આ ટીમ ઇન્ડિયા નથી. તો પ્લીઝ અમને કહી કે આ ટીમ ઈન્ડિયા કેમ નથી?”

મુખ્ય ન્યાયાધીશ ઉપાધ્યાયે કહ્યું કે આ પીઆઈએલ સમયનો સંપૂર્ણ બગાડ છે. કોર્ટે કહ્યું, “આ કોર્ટના સમય અને તમારા સમયનો સંપૂર્ણ બગાડ છે. અમને એવી કોઈપણ રમતમાં રાષ્ટ્રીય ટીમ બતાવો જે સરકારી અધિકારીઓ દ્વારા પસંદ કરવામાં આવે છે. કોમનવેલ્થ ગેમ્સ, ઓલિમ્પિકમાં ભાગ લેતી ભારતીય ટીમ શું તે સરકારી અધિકારીઓ દ્વારા પસંદ કરવામાં આવે છે? શું તેઓ ભારતનું પ્રતિનિધિત્વ કરતા નથી? હોકી, ફૂટબોલ, ટેનિસ, કોઈપણ રમત.”

કોર્ટે કહ્યું કે ભારતીય ટીમ દ્વારા ત્રિરંગાનો ઉપયોગ કાયદાનું ઉલ્લંઘન નથી. હાઈકોર્ટે પૂછ્યું, “જો તમે ઘરે ત્રિરંગા ફરકાવવા માંગતા હો, તો શું તમને આમ કરવાથી અટકાવવામાં આવે છે?” કોર્ટે એ પણ રેખાંકિત કર્યું કે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ રમતગમતમાં સરકારી દખલનો વિરોધ કરી રહી છે.

કોર્ટે પૂછ્યું, “શું તમે જાણો છો કે સમગ્ર રમતગમત ઇકોસિસ્ટમ કેવી રીતે કાર્ય કરે છે? શું તમે IOC નિયમોથી વાકેફ છો? શું તમે ઓલિમ્પિક ચાર્ટરથી વાકેફ છો? શું તમે જાણો છો કે જ્યારે પણ રમતગમતમાં સરકારી દખલગીરી થઈ છે, ત્યારે IOC એ સખત વિરોધ કર્યો છે?” કોર્ટે પાછળથી અરજી ફગાવી દીધી.

અરજદારની દલીલો શું હતી?
પીઆઈએલ દાખલ કરનાર કોન્સલે દલીલ કરી હતી કે બીસીસીઆઈ તમિલનાડુ સોસાયટીઝ રજીસ્ટ્રેશન એકટ હેઠળ નોંધાયેલ એક ખાનગી સંસ્થા છે. તે ભારતીય બંધારણના અનુચ્છેદ 12 ના અર્થમાં કોઈ વૈધાનિક સંસ્થા કે “રાજ્ય” નથી.

વકીલે જણાવ્યું હતું કે રમતગમત મંત્રાલયે માહિતી અધિકારના અનેક જવાબો દ્વારા સ્પષ્ટતા કરી છે કે બીસીસીઆઈને રાષ્ટ્રીય રમતગમત સંઘ તરીકે માન્યતા આપવામાં આવી નથી, કે સરકાર દ્વારા તેને નાણાકીય સહાય આપવામાં આવતી નથી.

આમ છતાં, બીસીસીઆઈ ક્રિકેટ ટીમને રાજ્ય સંચાલિત મીડિયા પ્લેટફોર્મ પર “ટીમ ઇન્ડિયા” અથવા “ભારતીય રાષ્ટ્રીય ટીમ” તરીકે ઓળખવામાં આવે છે અને તેના વતી રાષ્ટ્રીય પ્રતીકોનો ઉપયોગ કરવામાં આવે છે.

Most Popular

To Top