World

VIDEO: 106 મુસાફરોને લઈ ટેકઓફ માટે રન વે પર દોડતું પ્લેન ટ્રક સાથે અથડાયું, અને..

પેરુ: પેરુના લિમામાં જોર્જ ચાવેઝ ઈન્ટરનેશનલ એરપોર્ટના (Peru Lima Airport Plane Accident) રનવે પર ટેકઓફ દરમિયાન 106 મુસાફરોને લઈ જતું LATAM એરલાઈન્સનું વિમાન ફાયર ટ્રક સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અથડામણ બાદ તરત જ પ્લેનમાં આગ ભભૂકી ઉઠી હતી. આ દુર્ઘટના બની ત્યારે પ્લેનમાં 106 મુસાફરો તથા ક્રુ મેમ્બર્સ સવાર હતા. ઘટનાને પગલે એરપોર્ટ પર અફરાતફરી મચી જવા પામી હતી.

અહેવાલો અનુસાર, આ દુર્ઘટનામાં બે લોકોના મોત થયા છે. જીવ ગુમાવનારા ફાયર ફાઈટર હોવાની વિગતો સાંપડી છે.  રાહતની વાત એ છે કે વિમાનમાં સવાર તમામ 106 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર સુરક્ષિત છે. લિમાના જોર્જ ચાવેઝ એરપોર્ટના કામમાં ભાગીદાર કંપનીએ એક ટ્વીટમાં જણાવ્યું હતું કે હાલ પૂરતું, સ્થળ પરની કામગીરી સ્થગિત કરી દેવામાં આવી છે.  

ફાયર વિભાગના જનરલ કમાન્ડે આ માહિતી આપી હતી
ફાયર વિભાગના જનરલ કમાન્ડર લુઈસ પોન્સ લા જારાએ જણાવ્યું હતું કે જ્યારે પ્લેન ટ્રક સાથે અથડાયું ત્યારે તેમાં હાજર બે ફાયર ફાઈટરના મોત થયા હતા જ્યારે એક ઘાયલ થયો હતો. પ્લેન અને ટ્રક રન વે પર આગળ વધી રહ્યાં હતાં ત્યારે બંને વચ્ચે ટક્કર થઈ હતી. LATAM એરલાઇન્સની ફ્લાઇટ LA2213 ના એરબસ A320neo એ લિમાના મુખ્ય એરપોર્ટથી પેરુવિયન શહેર જુલિયાકા માટે ઉડાન ભરી હતી, ત્યારે આ ઘટના બની હતી. 

વીડિયો જોવા માટે અહીં ક્લીક કરો

સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે રનવે પર એક મોટા પ્લેનમાંથી ધુમાડો નીકળી રહ્યો છે. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, દુર્ઘટના બપોરે 3:25 વાગ્યે થઈ હતી, ત્યારબાદ ચાર બચાવ ટુકડીઓને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. અકસ્માતમાં ઘાયલ 31 વર્ષીય અગ્નિની હાલત નાજુક છે. રિપોર્ટમાં પેરુના સ્વાસ્થ્ય મંત્રાલયને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે 20 ઘાયલ મુસાફરોની સારવાર કરવામાં આવી રહી છે, જેમાંથી બેની હાલત ગંભીર માનવામાં આવી રહી છે. 

LATAM એરલાઇન્સના CEOએ આ વાત કહી
પ્લેન જ્યારે ખુલિયાકા તરફ ટેકઓફ કરી રહ્યું હતું ત્યારે ફાયરની ટ્રક રનવે પર કેવી રીતે પહોંચી તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, LATAM CEO મેન્યુઅલ વેન ઓર્ડે માહિતી આપી હતી કે ફ્લાઇટને ટેકઓફ માટે મંજૂરી આપવામાં આવી હતી. ફાંગોચે કહ્યું કે તેમને ખબર નથી કે ફાયરની ટ્રક ત્યાં કેવી રીતે પહોંચી. તેણે કહ્યું, “અમે તેની સેવા માંગી નથી.”

Most Popular

To Top