તારીખ 8/2/2025ના રોજ દિલ્હીનું ચૂંટણી પરિણામ આવ્યું તે આખા દેશની ચૂંટણી કરતાં મહત્ત્વનું કહી શકાય છે. નોંધનીય છે. કોંગ્રેસ ફરી પાણીમાં બેસી ગઈ. ભાજપાનો વનવાસ પૂરો થયો છે. દિલ્હીનાં નાગરિકોને જે ફાયદો થશે તે હવે પછીનો હશે. ભાજપાએ મહિલાઓ માટે ₹ 2500 આપવાનો વાયદો કર્યો છે. ₹500 ગેસનો બાટલો મળશે. તેમાં હોળી અને દિવાળીમાં ફ્રી ગેસ બાટલો. 50,000 સરકારી નોકરી 20 લાખ સ્વરોજગાર કેન્દ્ર, પ્રતિયોગી પરીક્ષા માટે ₹ 15,000 ની મદદ. 5 લાખ રૂપિયાનો આયુષમાન ભારત કાર્ડ યોજના અને 5 લાખ રૂપિયા રાજ્ય કવર બધા માટે.
ગરીબ માટે મફત વીજળી તરત યમુના સફાઈ. હોશિયાર બાળકો માટે મફત લેપટોપ. શ્રેષ્ઠ સ્કૂલનું નિર્માણ. 2027 સુધી આધુનિક ઈ બસ સેવા અને સારું નેટવર્ક.CCTV વધારવામાં આવશે. આમ સર્વ જોતાં દિલ્હીનાં નાગરિકોને હવે પછીનું જીવન એશોઆરામદાયક બનશે. જો આ પૂરું ન થાય તો કદાચ આ બુદ્ધિજીવી માણસ IT ઓફિસર ફરી નવું આયોજન કરી રસ્તા પર આવીને ભાજપાના કાનમાં ધામણનો પૂંછડો ન પટપટાવે તે ખાસ જોવું રહ્યું છે. ખરેખર હવે પછી દિલ્હીનાં નાગરિકોને શાંતિ સલામતીનો અહેસાસ થશે કે નહીં તે આવનાર સમય પરથી ફલિત થશે.પદ સત્તા કોઈની જાગીર નથી. તે કાયમ રહેવાની પણ નથી. તે વચ્ચે જીવનાર દરેક ભારતિય નાગરિકોએ જાગૃત રહેવાનું છે.
તાપી – હરીશ ચૌધરી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
આધ્યાત્મિક માર્ગ શું છે?
આધ્યાત્મિક માર્ગ એ શાળા જેવો છે, પણ કોઈ નિયમિત શાળા નથી જ્યાં તમે સામાન્ય કૌશલ્યો શીખો છો, પરંતુ એક આધ્યાત્મિક શાળા જ્યાં તમે આત્માની કુશળતા શીખો છો. જેમ કે તમારા ચારિત્ર્યમાં રહેલી ખામીઓને કેવી રીતે દૂર કરવી, અથવા તમારી આસપાસના નકારાત્મક પ્રભાવોથી કેવી રીતે પ્રભાવિત ન થવું. કેટલાક લોકો માને છે કે, જો તેઓ આધ્યાત્મિક માર્ગને અનુસરે છે, તો તેઓ તેમની વ્યક્તિગત પ્રતિભાને કેળવી શકશે નહીં.
જો કે, આજકાલ લોકોને ખરેખર કેવા પ્રકારની પ્રતિભાઓની જરૂર છે? પોતાના અહંકારને દૂર કરવો એ એક મહાન પ્રતિભા છે; બીજાને બિનશરતી પ્રેમ કરવો એ બીજી વાત છે. એ બધી અટપટી ચીજોનો અભ્યાસ કરવાની જરૂર નથી. જો તમારી પાસે ઈશ્વરને અનુસરવાનો સ્વભાવ હશે તો ઈશ્વરનો સ્વભાવ તમારો પોતાનો બની જશે. સાચા બનો; આધ્યાત્મિક અભ્યાસ સાથે તમારી સાચી જાતને પ્રગટ કરો અને આધ્યાત્મિક માર્ગ પર આગળ વધો.
સુરત – પ્રા સ્નેહલ જે ગાંધી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.