વડોદરા : વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરામાં ૧૮ જુને લેપ્રસી મેદાન ખાતે સભા સંબોધવા આવ્યા હતા તે દરમિયાન એરપોર્ટ સર્કલથી લેપ્રસી મેદાન સુધીના રોડ રસ્તા કાચ જેવા કરી નાખવામાં આવ્યા હતા ત્યારે રોડ રસ્તા વચ્ચે આવતા સ્પીડ બ્રેકરને પાલિકા દ્વારા તોડી નાખવામાં આવ્યા હતા જયારે આજ રોજ પાલિકા દ્વારા ફરીથી આ સ્પીડ બ્રેકર ફરીથી બનાવવાનું શરૂ કરવામ આવ્યું હતું. આમ પાલિકા દ્વારા પ્રજાના પૈસાનો વેડફાટ કરવામાં આવી રહ્યો છે.
એરપોર્ટ સર્ક્રલથી લેપ્રસી મેદાન સુધીના રોડ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કોન્વેયને કોઈ પણ જાતની તકલીફ ન પડે તે માટે પાલિકા દ્વારા રોડ રસ્તા વચ્ચે આવતા સ્પીડ બ્રેકરને તોડી પાડવામાં આવ્યો હતો. જેથી મોદીજીનો કોન્વેય સરળતાથી સભા સ્થળે પહોચી શકે આમ પાલિકા દ્વારા હવે જે તોડી પડેલા સ્પીડ બ્રેકર હતા તે બનાવી રહ્યા છે. આમ પાલિકા દ્વારા પ્રજાના પૈસાનો વેડફાટ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. પાલિકાના સત્તાધીશોને ફક્ત પ્રજાના પૈસાનો વેડફાટ કરવામાં જ રશ હોય તેવું લાગી રહ્યું છે. મોદી જયારે ૧૮ જુને લેપ્રસી મેદાન ખાતે સભા સંબોધવાના હતા ત્યારે પાલિકાના સત્તાધીશો દ્વારા રાતોરાત કામગીરી કરીને રોડને ચોખા કાચ જેવા કરી નાખ્યા હતા.
ત્યાં ગંદકી, રખડતા ઢોર જેવી વિવિધ સમસ્યા જોવા પણ મળી નહોતી પરંતુ જેમ મોદી ગયા તેનાજ બીજા દિવસે જ લેપ્રસી મેદાનમાંથી ખર્લી દારૂની બોટલો મળી આવી હતી. ત્યારે આજરોજ તો લેપ્રસી મેદાનની આજુબાજુના વિસ્તારમાંથી તો ગંદકી જોવા મળી હતી. તથા રખડતા ઢોર પણ જોવા મળ્યા હતા કારણકે હવે એ વિસ્તામાં કોઇપણ પાલિકાના અધિકારીઓને કોઈપણ કામગીરી કરવાનો રસ જોવા મળતો નથી. આમ પાલિકા દ્વારા લાખો રૂપિયા સ્પીડ બ્રેકર તોડી ને હવે નવા બનાવીને પ્રજાના પૈસાનો વેડફાટ કરવામાં આવી રહ્યો છે તેવું લોક મુખે ચર્ચાય રહ્યું છે. વર્ષોથી જ્યાં ચોકડી હતી ત્યાં અકસ્માત ન થાય તે માટે ફરીથી સ્પીડ બ્રેકર બનાવ્યા છે વર્ષોથી જ્યાં ચોકડી હતી ત્યાં સ્પીડ બ્રેકર હતા તે સ્પીડ બ્રેકર હવે આપને બનાવી રહ્યા છે જેને કારણ કોઈ રહાદારી કે વાહન ચાલકનું અકસ્માત ન થાય તે માટે આપને સ્પીડ બ્રેકર બનાવી રહ્યા છે. – ડો. હિતેન્દ્ર પટેલ, સ્થાયી ચેરમેન