Vadodara

વ્યાજખોરીના દુષણ સામેના પોલીસના અભિયાનનો ગેરલાભ ઉઠાવતા લોકો

વડોદરા: ગૃહમંત્રી તથા પોલીસ કમિશનરના વ્યાજખોરો સામેના અભિયાનનો ગેરલાભ ઉઠાવા લોકો પ્રતિનિધિ વડોદરા તા.14સુભાનપુરા વિસ્તારમાં પ્રખ્યાત સુરેશ ભજિયાના પુત્ર ગૌરાંગ પઢિયારે અેકવાર સમાજસેવક સાથે રૂપિયા બાબતે તાલુકા પોલીસ સ્ટેશનમાં સમાધાન થઇ ગયું હોવા છતાં પોલીસથી અરજીની વાત છુપાવી હતી. બાદમાં ફુરી 9 લોકો સામે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. જેમાં પોલીસની કાર્યવાહી સામે ખોટા આક્ષેપો કરી કાર્યવાહી કરતી નથી તેવી શંકા કરી હતી. ગૃહમંત્રી અને પોલીસ કમિશનર ડો.શમશેરસિંગ દ્વારા વ્યાજખોરો સામે અભિયાન શરૂ કરાયું હતું.

જેમાં ઘણું મસમોટું વ્યાજ વસૂલતા વ્યાજખોરો સામે કડક પગલા ભરાયા છે. પરંતુ કેટલાક લોકો આ પોલીસના અભિયાનનો દૂર ઉપયોગ કરતા હોવાની પણ ફરિયાદો સામે આવી રહી છે. ઉછીના લીધેલા રૂપિયા પરત ના આપવા પડે માટે પોલીસના અભિયાનનો સહારો લઇને ફરિયાદ દાખલ કરી રહ્યા છે. તેવો જ એક કિસ્સો સામે આવ્યો છે. સુભાનપુરા વિસ્તારમાં રહેતા પ્રખ્યાત સુરેશ ભજિયાના પુત્ર ગૌરાંગ પઢિયારની પત્નીની બીમારીના સમય રૂપિયા લીધા હતા. આ અંગે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ઘનશ્યામ ફુલબાજ સહિત 9 લોકો સામે વ્યાજખોરોની અરજી આપી હતી. પોલીસે અરજીની તપાસ કરતા સમાજસેવક સામે અગાઉ સમાધાન થયું હોવાના કારણે પોલીસ દ્વારા ગુનો દાખલ કરાયો ન હતો. જેથી ગૌરાંગે નિષ્પક્ષ તપાસ કરતી લક્ષ્મીપુરા પોલીસ સામે કાર્યવાહી નહી કરતી હોવાના ખોટા આક્ષેપ પત્રકાર પરીષદમાં કર્યા હતા.
એકવાર સમાધાન થઇ ગયું હોય ફરીવાર સમાજસેવકને એસએ આરોપી તો કન્સીડર ના જ કરી શકાય ?

અરજદાર ગૌરાંગભાઇ પઢિયારે અમારી અરજીના તપાસમાં એવો ક્યાય ઉલ્લેખ કર્યો ન હતો કે આ બાબતની એક પ્રિવિયસ અરજી વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં કરાઇ હતી.જેમાં ઘનશ્યામ ફુલબાજે અને ક્રિષ્ણા ભીખા કહાર સામાવાળા તરીકે હતા અને તેણે એવું સ્ટેટમેન્ટ આપ્યું છે કે અમારા વચ્ચે જે કઇ લેવડદેવડ છે તેની શાંતિપૂર્ણ રીતે પૂરી થઇ ગઇ છે. ત્યાં આઇઓએ પણ એવો રિપોર્ટ પણ કર્યો છે કે અરજીના કામે કઇ કરવાનું રહેતું નથી અને ઇરજી ફાઇલ કરી હતીઘનશ્યામ ફુલબાજ સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં અગાઉ થયેલી અરજીના વાત ગૌરાંગ પઢિયાર અમારીથી છુપાવી હતી.તાલુકા પોલીસ સ્ટેશનમાં સમાધાન થઇ ગયું હોવાથી ફરીવાર ઘનશ્માય ફુલબાજે એસએ આરોપી તો કન્સીડર નાજ કરી શકું.ઓડિયા ક્લિપ બાબતે હુ કાઇ કહી શકુ નહી અને ફિરયાદ બાબતે કાર્યવાહી ચાલુ છે. – આર.ડી.કવા, એસીપી,બી ડિવિઝન

ગૌરાંગ પઢિયારને મેં ફોન કર્યો નથી કે રૂબરૂ પણ મળ્યો નથી, મને બદનામ કરવાનું કાવતરુ લાગે છે
ગૌરાંગ પઢિયાર સાથે છેલ્લા ઘણા સમયથી ન ફોન વાત થઇ નથી કે રૂબરૂ પણ મુલાકાત પણ થઇ નથી. મને બદનામ કરવા માટેનું ગૌરાંગ સુરેશ પઢિયારનું કાવતરું છે. મને ખબર નથી કે તે આવુ કેમ કરી રહ્યો છે. પરંતુ રૂપિયા પડાવવા માટે આવુ કરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.
-ઘનશ્યામ ફુલબાજે, સમાજસેવક

અલકાપુરીમાં આવેલુ સૌથી મોટું સરકારી સર્કિટ હાઉસ રામ ભરોષે
મોટાભાગે અલકાપુરી વિસ્તારમાં સરકારી સર્કિટ હાઉસ બહાર આવતા સરકારી અધિકારીઓ અને રાજકારીઓ માટે એક બે દિવસના રોકાણ માટે બનાવવામાં આવ્યું છે. પરંતુ હાલમાં સર્કિટ હાઉસમાં વહીવટ કર્તાઓ દ્વારા પોતાના મનમાની કરીને વહીવટ કરી રહ્યા છે..કોઇ ખાનગી વ્યક્તિને સર્કિટ હાઉસમાં પત્રકાર પરીષદ યોજવા સહિતના અન્ય કાર્યક્રમ યોજવાની પરમિશન ન હોવા છતાં ગુરુવારે એક ભાજના યુવા મોરચાના કાર્યકર્તા દ્વારા મેનેજર સહિત ગોઠવણ કરીને પત્રકાર પરીષદ યોજી હતી.

જે બાબતે હાઉસના મેનેજર પરીખભાઇ તથા ઠક્કર ભાઇને પૂછતા બંનેએ ખો આપતા હોય તેમ એકબીજા પર દોષારોપણ કર્યું હતું. સર્કિટ હાઉસમાં પત્રકાર પરીષદ કોના કહેવાથી યોજાઇ, કોને મંજૂરી આપી સહિતના અનેક સવાલો વહીવટકર્તાઓ સામે શંકા પ્રેરી રહ્યા છે. આ તો થઇ પ્રેસ કોન્ફરન્સની વાત પરંતુ કેટલાક મળતીયા દ્વારા દારૂની પાર્ટીઓનું પણ સર્કિટ હાઉસમાં છુપી રીતે થવાનું કહેવાય છે તેમજ સર્કિટ હાઉસના કર્મચારીઓ સાથે સાંઠગાઠ રાખીને રજિસ્ટરમાં એન્ટ્રી પડાવ્યા વગર રૂમ તથા હોલનો ઉપયોગ કરવા દેતા હોવાની ભારે ચર્ચાએ ચોર પક્ડ્યું છે. જો રાતના સમયે સર્કિટ હાઉસમાં પોલીસ દ્વારા રેઇડ કરાય તો કેટલાક કૌભાંડો બહાર તેમ છે. જ્યારે વ્યાજની લેતી લીધી ખાનગીમાં થતી હોય ત્યારે આવી પત્રકાર પરિષદ સર્કિટ હાઉસમાં યોજવી એ કેટલું યોગ્ય. શું અધિકારીઓ સામે કાર્યવાહી થશે?

Most Popular

To Top