Business

પાવાગઢમાં વિખુટા પડેલા લોકોનું પોલીસ દ્વારા મિલન કરાવાયું

હાલોલ: સૂપ્રસિધ્ધિ યાત્રાધામ પાવાગઢ ખાતે આસો નવરાત્રી થી લઈ પૂનમ સુધી લાખોની સંખ્યામાં માઇભક્તો મહાકાળી માતાજીના દર્શનાર્થે પાવાગઢ ખાતે પધાર્યા હતા જેમાં પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા યાત્રાધામ પાવાગઢ ખાતે યાત્રાળુઓની સુરક્ષા સલામતી અને સુખ સગવડ તેમજ તેઓની પાવાગઢ ખાતે ની યાત્રા સુખદ આરામદાયક અને શાંતિપૂર્ણ માહોલમાં બની રહે તે માટે સતત આસો નવરાત્રિના પહેલા નોરતાથી લઈ પૂનમ સુધી યાત્રાધામ પાવાગઢની તળેટી ચાંપાનેરથી લઇ માચી અને ડુંગર પર ઠેરઠેર તેમજ મહાકાળી માતાજીના મંદિરના પરિસર સુધી 15 દિવસથી પણ વધુ સતત ખડે પગે હાજર રહી શ્રદ્ધાળુ ભક્તજનોને સુરક્ષા સલામતી પૂરી પાડતી પાવાગઢ સહિત પંચમહાલ પોલીસે યાત્રાધામ પાવાગઢ ખાતે હજારો ભાવિક ભક્તોની ભીડમાં પોતાના પરિવારથી વિખુટા પડેલા બાળકો સ્ત્રીઓ અને વૃદ્ધોને પાવાગઢ પોલીસ કર્મચારીઓએ તેઓના પરિવાર સાથે સુખદ મિલન કરાવી પોલીસની કર્તવ્ય નિષ્ઠાનો પુરાવો આપ્યો હતો.

જેમાં યાત્રાધામ પાવાગઢ ખાતે નવલી નવરાત્રીના પહેલા નોરતાથી લઈ પૂનમ સુધી જેમાં તારીખ 26/09/ 2022 થી 09/10/2022 સુધી પાવાગઢ પોલીસ કર્મચારીઓએ પાવાગઢ ખાતે પરિવાર સાથે આવેલા અને ભીડમાં પરિવરથી વિખૂટા પડી આમતેમ અસ્તવ્યસ્ત હાલતમાં રખડતા બાળકો સ્ત્રીઓ અને વૃદ્ધોને પોતાની સાથે અને પાસે રાખી શાંતવના પાઠવી પાવાગઢ ખાતેથી હજારોની ભીડમાં તેઓના પરિવારજનોને શોધી તેઓની સાથે મિલન કરાવવાનું મુશ્કેલ અને કપરું કામ કર્યું હતું જેમાં પાવાગઢ પોલીસે કુલ 218 જેટલા લોકો જેમાં 84 નાના માસુમ બાળકો અને 132 જેટલા સ્ત્રીઓ અને આઘેળ વયના મહિલા પુરુષોનું તેઓના પરિવાર સાથે પાવાગઢ પોલીસે સુખદ મિલન કરાવી પોતાના સ્વજનોથી છુટા પડવાના દુઃખ દર્દને દૂર કરી માનવતાની મહેક પ્રસરાવી હતી અને પોલીસ સાચે જ રક્ષક હોવાનો ઉત્તમ દાખલો બેસાડ્યો હતો.

Most Popular

To Top