વડોદરા: આજે વડોદરા શહેર ભાજપા કાર્યાલય ખાતે એક પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં આમ આદમી પાર્ટીના કેબીનેટ મંત્રી રાજેન્દ્રપાલ દ્વારા હિન્દુઓના દેવી દેવતાઓ રામ,કૃષ્ણ,ગણપતિ,બ્રહ્મા,વિષ્ણુ મહેશની પૂજા નહિ કરવાના શપથ લેવડાવવામાં આવતા ભારત દેશ અને ગુજરાતની જનતાની લાગણી દુભાયેલ છે.આથી આજની પ્રેસ વાર્તામાં વડોદરાના લોકલાડીલા સાંસદ રંજનબેન ભટ્ટે જણાવ્યું હતું કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પોતાને હનુમાન ભક્ત કહેવડાવે છે પરંતુ તેમની સરકારના કેબીનેટ મંત્રી રાજેન્દ્રપાલ હિન્દુઓના દેવી દેવતાઓ રામ,કૃષ્ણ,ગણપતિ અને બ્રહ્મા,વિષ્ણુ,મહેશની પૂજા નહિ કરવી ભગવાનમાં માનવું નહિ.આ પ્રકારના શપથ લેવડાવે છે.
આથી સમગ્ર હિંદુ સમાજની લાગણી દુભાય છે.અને આવા પ્રકારના નિવેદનથી તેમની માનસિકતા ખુલ્લી પડી ગઈ છે. કાશ્મીર ફાઈલ પિક્ચર રજુ થઈ ત્યારે પણ કાશ્મીરી પંડિતોની લાગણી દુભાય તેવા નિવેદનો અરવિંદ કેજરીવાલે કરેલા જેને ભારતની અને ગુજરાતની જનતા કદાપી માફ નહી કરે. આવનાર ચુટણીમાં ગુજરાતની જનતા તેનો જવાબ આપશે. જયારે પ્રદેશ સહ-પ્રવક્તા ડૉ.ભરત ડાંગરે જણાવ્યું હતું કે આજની પ્રેસ વાર્તામાં મફતમાં રેવડી વેચનારા લોકો ઈશ્વરમાં માનવું નહી.હિન્દુઓના આરાધ્ય દેવ રામ કૃષ્ણ,ગણપતિ,બ્રહ્મા,વિષ્ણુ,મહેશની પૂજા નહિ કરવી.
આ પ્રકારના શપથ ૧૦,૦૦૦ લોકોને કેજરીવાલ સરકારના મંત્રી લેવડાવે તે સમગ્ર સનાતન હિંદુ ધર્મ માટે ઘાતક ઘટના છે.આ પ્રકારની બાબત તેમની હિંદુ વિરોધી માનસિકતા છતી કરે છે. હિંદુ ધર્મ વિરોધી નિવેદનો કરનારને આમ આદમી પાર્ટીમાં પ્રમોશન મળે છે. ગુજરાતના આમ આદમી પાર્ટીના વર્તમાન પ્રમુખ ગોપાલ ઈટાલીયા સત્યનારાયણ ભગવાનની પૂજાનો વિરોધી નિવેદનો આપે છે. શહેર ભાજપા કાર્યાલય ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં શહેર અધ્યક્ષ ડૉ.વિજય શાહ, મધ્ય ગુજરાત મીડિયા ઇન્ચાર્જ, વડોદરા શહેર મીડિયા સેલના કન્વીનર સહ કન્વીનર ઉપસ્થિત રહ્યા હતા.