ઉત્તર પ્રદેશના લખનઉમાં એક વ્યક્તિએ આડા સંબંધની શંકાના આધારે તેની પત્નીની હત્યા કરી હતી. જેમાં મળતી માહિતી મુજબ લખનઉમાં રસ્તામાં જ એક શખ્સે પોતાની પત્ની પર છરી વડે હુમલો કર્યો હતો. અને ઇજાગ્રસ્ત મહિલા લોહીમાં લથપથ રસ્તા પર પડી હતી. જો કે આ સમય દરમિયાન, નજીકમાં હાજર લોકોએ મદદ કરવાની જગ્યાએ વીડિયો બનાવ્યો, પરંતુ કોઈ પણ મહિલાને હોસ્પિટલમાં લઈ ગયુ નહીં. પોલીસને જાણ થતાં ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
આ કેસ લખનઉના પોલીસ સ્ટેશન મડિયાંવ વિસ્તારની પ્રીતિ નગરનો છે. અહીં રફીકે તેની પત્ની અફસાના પર હુમલો કર્યો હતો ત્યારબાદ અફસાના લોહીમાં લથપથ શેરીમાં પડી રહેલી હોય લોકોએ તેની મદદ કરવાની જગ્યાએ તેનો વીડિયો બનાવ્યો હતો પરંતુ તેને હોસ્પિટલમાં પહોચાડી ન હતી. સ્થાનિકો દ્વારા જાણ કરાતા સ્થાનિક પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, અને ઘટના સ્થળે પહોંચેલી પોલીસે તાત્કાલિક મહિલાને હોસ્પિટલમાં ખસેડી હતી જ્યાં ફરજ પર હાજર તબીબે સારવાર દરમિયાન મહિલાને મૃત જાહેર કરી હતી. ઘટનાને પગલે પોલીસે આરોપી પતિની ધરપકડ કરી હતી, અને તેની પૂછપરછ સહિતની તપાસ હાથ ધરી છે.
આરોપી રફીક કહે છે કે તેની પત્નીનો કોઈની સાથે ગેરકાયદેસર સંબંધ હતો. તેણે તેની પત્નીને તેની સાથે આગળ સબંધ રાખવાની મનાઇ કરી દીધી હતી અને ગામમાં ચાલ્યા જવાનુ કહ્યું હતું. રફીક કહે છે કે તેની પત્ની ન તો તેને છૂટાછેડા આપી રહી હતી કે ન તો તેની સાથે ગામ ચાલવા માટે સંમત થઈ હતી. જેથી આરોપી રફીક કહે છે કે તેની પત્નીએ તેને કહ્યું હતું કે આમ જ તડપી તડપી ને મરીશું. અને એજ વાતનો ગુસ્સો રાખીને તેણે મોકો મેળવી પોતાની જ પત્નીનું કાળશ કાઢી નાખ્યું હતું..
ડીસીપી નોર્થ ઝોન રહીશ અખ્તરના જણાવ્યા મુજબ પતિએ તેની પત્ની પર છરી વડે હુમલો કર્યો હતો, ત્યારબાદ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી અને પોલીસે આરોપી પતિની ધરપકડ કરી હતી. મૃતકના પરિવાર તરફથી ફરિયાદ આવતાની સાથે જ આગળની કાર્યવાહી કરવામાં આવશે. હાલ તો આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે