વડોદરા: શહેરના ઇલેક્શન વોર્ડ નં.13માં આવેલ અઢાળ ક્વાર્ટર્સ થી ગંગોત્રી એપાર્ટમેન્ટ સુધીનો રોડ ખખડધજ હાલતમાં:લોકો અકસ્માતના ભોગ બની રહ્યાં છે, ઇમરજન્સી વાહનો, રાહદારીઓ તથા વાહનદારીઓને ભારે હાલાકી વેઠી રહયા છે. સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં જ્યારે પણ કોઇ રાજકીય નેતાઓ આવવાના હોય ત્યારે રાતોરાત પાલિકા તંત્ર દ્વારા જે તે રુટ પરના રોડપર પેચવર્ક, ડિવાઇડરો ને રંગરોગાન કરી દેતાં હોય છે પરંતુ શહેરની જે જનતા વેરો ભરે છે તેઓની અનેક રજૂઆતો પ્રાથમિક સુવિધાઓ બાબતે કરવા છતાં પાલિકા તંત્ર દ્વારા સાંભળવામાં આવતી નથી ત્યાં સુધી કે જે ધારાસભ્યો ને પોતાના વિસ્તારના વિકાસ માટે જનતાએ ખોબે ખોબા મતો આપી ચૂંટી કાઢ્યા છે તેઓ પોતાની એ.સી.કાર,એ.સી.ઓફિસોમાંથી જનતાની તકલીફો જોવા કે તે બાબતે કંઇ કરવા તૈયાર નથી ફક્ત ચૂંટણી સમયે હાથ જોડી મતો માંગતા નેતાઓ હાલ ચોમાસામાં લોકોની તકલીફો સાંભળવા પોતાના કાર્યાલયોમાં પણ ફરકતા નથી.
વાત કરીએ તો શહેરના ઇલેક્શન વોર્ડ નં.13 વિસ્તારમાં આવેલા અઢાળ ક્વાર્ટર્સ થી ગંગોત્રી એપાર્ટમેન્ટ વચ્ચે શ્રધ્ધા સોસાયટી, શ્રી સોસાયટી, વિજય સોસાયટી તથા ગંગોત્રી એપાર્ટમેન્ટ સહિતની અન્ય સોસાયટીઓ આવેલી છે. સાથે જ ધાર્મિક સ્થળો આવેલા છે અહીં છેલ્લા આઠ- નવ મહિનાથી મંજૂર થયેલા રોડની કામગીરી યોગ્ય રીતે ન થતાં આ રોડ ડિસ્કો રોડ બની ગયો છે ઠેરઠેર ખાડાઓ પડી જતાં રાહદારીઓ, વાહનચાલકોને તથા શાળાએ જતાં, નોકરીએ જતાં લોકોને ખૂબ જ હાલાકી પડી રહી છે સાથે જ થોડા દિવસો અગાઉ અહીં ડ્રેનેજ માટે ખોદેલા ખાડામાં એક એક્ટિવા સવાર પોતાની એક્ટિવા સાથે ખાડામાં પડી ગયો હતો અને નાની મોટી ઇજાઓ થઇ હતી સાથે મોપેડને પણ નુકશાન થયું હતું. આ જ રીતે અહીં અવારનવાર લોકો ખાડાવાળા રોડમા પડી જતાં હોય છે. એક તરફ પાલિકા તંત્ર સ્માર્ટ સિટી અને વિકાસની મોટી મોટી વાતો કરે છે જ્યારે બીજી તરફ હકીકત કંઈક અલગ જ જોવા મળી રહી છે અહીં ઇમરજન્સી વાહનોને આવવા જવા માટે પણ મુશ્કેલીઓ પડે તેવી સ્થિતિ છે. સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆતો કરવા છતાં જાડી ચામડીના તંત્ર પર કોઇ અસર થતી નથી ત્યારે હાલ ચોમાસામાં લોકોને ખૂબ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. આ સમગ્ર મુદ્દે અહીંના સ્થાનિક કાઉન્સલર તથા અન્ય સ્થાનિકો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી.