વડોદરા: વડોદરા ખાતે આવેલી પ્રતિષ્ઠિત પારુલ યુનિવર્સિટીએ પોતાના હેલ્થકેર અને સહાયક પ્રોગ્રામમાં એડમિશન માટે ભૂટાનના 300થી વધારે વિદ્યાર્થીનું સ્વાગત કર્યું છે. આટલી મોટી સંખ્યામાં ભૂટાનના વિદ્યાર્થીઓ દ્વારા મેળવવામાં આવેલ એડમિશન સરહદ પાર શૈક્ષણિક ક્ષેત્રમાં સહયોગ કેળવવો યુનિવર્સિટી માટે એક સીમાચીન્હરૂપ બાબત છે. વિદ્યાર્થીઓની આગામી બેન્ચ ભૂટાનમાં યુનિવર્સિટીની મજબૂત અને હકારાત્મક ઈમેજને વધારે પ્રબળ બનાવશે.

ભૂટાનમાં હેલ્થકેર એક રાષ્ટ્રીય ચિંતાનો વિષય છે અને કુશળ તબીબી નિષ્ણાતોના એક મજબૂત આધારને વિકસિત કરવા વ્યાપક પ્રમાણમાં રોકાણ કરવામાં આવી રહ્યું છે. પારુલ યુનિવર્સિટીના પ્રેક્ટિસ સંચાલિક અભ્યાસક્રમો સીધી રીતે જ આ લક્ષ્યાંકો હાંસલ કરવાની દિશામાં સહાયક બની રહેલ છે તેમ જ વિદ્યાર્થીઓને વ્યાપક પ્રમાણમાં તાલીમ સંબંધિત તકોની ઓફર કરી રહેલ છે. વિદ્યાર્થીઓને યુનિવર્સિટીની મલ્ટી-સ્ટેશ્યાલિટી ઈન-કેમ્પસ હોસ્પિટલમાં જોડીને તેમના પ્રોગ્રામના પ્રથમ વર્ષની શરૂઆતથી જ ક્લિનિકલ અનુભવ પ્રદાન કરવામાં આવી રહેલ છે. ભારતની પ્રાઈવેટ યુનિવર્સિટીઓ પૈકીની એક આ યુનિવર્સિટી સૌથી વધુ અફોર્ડેબલ ફી સ્ટ્રક્ચર સાથે હેલ્થકેર સેક્ટરમાં સફળ કારકિર્દી બનાવવા ઈચ્છતા ભૂટાનના વિદ્યાર્થીઓ માટે એક આકર્ષક વિકલ્પની ઉત્તમ ઓફર કરે છે. કેમ્પસમાં ભૂટાનના 400થી વધારે વિદ્યાર્થીઓની સફળતા સાથે 300 નવા વિદ્યાર્થીઓની આ ઈન્ટરનેશનલ શૈક્ષણિક સંસ્થા સાથેના જોડાણને વધુ વ્યાપક અને ઊંડાણપૂર્વક બનાવશે.
પારુલ યુનિવર્સિટી દ્વારા પ્રતિભાશાળી અને ઈન્ટરનેશનલ સ્ટુડેન્ટ્સને સ્કોલરશીપની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે, જે વિદેશમાંથી વિદ્યાર્થીઓને વ્યાપક પ્રમાણમાં આકર્ષી રહ્યાં છે. પારુલ યુનિવર્સિટી ખાતે મહિલા વિદ્યાર્થીઓ માટે વિશેષ સ્કોલરશીપની સુવિધા ઉપલબ્ધ કરાવી રહેલ છે અને તેને લીધે અમારી સંસ્થા ખાતે મહિલાઓના એડમિશનમાં નોંધપાત્ર પ્રમાણમાં વૃદ્ધિ જોવા મળી છે. અમારે ત્યાં જે 300 વિદ્યાર્થીઓના એડમિશન થયું છે તે પૈકી 181 મહિલા વિદ્યાર્થી અને 117 પુરુષ વિદ્યાર્થીઓ છે. આમ પારુલ યુનિવર્સિટી મહિલાઓને સશક્ત કરવામાં શૈક્ષણિક ક્ષેત્રમાં ઉત્તમ અને ઉચ્ચકક્ષાની તકો ઉપલબ્ધ કરાવવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે.
નવા વિદ્યાર્થીઓનું સ્વાગત ભૂટાન સરકારના મેડિકલ એજ્યુકેશન કમિશનના સન્માનિત પ્રતિનિધિ શ્રી પ્રકાશ પ્રધાન દ્વારા કરવામાં આવ્યું હતું. તેમની આ યાત્રા પારુલ યુનિવર્સિટી અને ભૂટાન વચ્ચેની વ્યાપક ભાગીદારીની દિશામાં એક અત્યંત મહત્વનું પગલું માનવામાં આવે છે. આ ઉપરાંત ગુણવત્તાયુક્ત હેલ્થકેર એજ્યુકેશનની દિશામાં આગળ વધવાની કટિબદ્ધતાને ઉમદા રીતે રજૂ કરે છે. પોતાની યાત્રા દરમિયાન કેમ્પસ ખાતે શ્રી પ્રધાને યુનિવર્સિટીના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી તથા શૈક્ષણિક અને હેલ્થકેર સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત શ્રી પ્રધાને પારુલ યુનિવર્સિટી દ્વારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવતા સહયોગાત્મક પ્રયાસો તથા કેમ્પસને લગતા ફાયદા અંગે પણ વ્યાપક પ્રમાણમાં માહિતી મેળવી હતી.
પારુલ યુનિવર્સિટી તથા ભૂટાન વચ્ચે વધી રહેલ શૈક્ષણિક ભાગીદારી એ આ બાબતનું ઉત્તમ ઉદાહરણ છે કે તે કેવી રીતે સરહદ પાર શૈક્ષણિક ભાગીદારીને લઈ પરિવર્તન લાવી શકાય છે. પારુલ યુનિવર્સિટી ગુણવત્તાયુક્ત શિક્ષણ તથા વ્યવહારિક અનુભવ સાથે સમાન રીતે તકોની ઉપલબ્ધતાને ભવિષ્યમાં જાળવી રાખશે, જેથી એ બાબત સુનિશ્ચિત કરી શકાય કે વિશ્વભરના વિદ્યાર્થીઓ તેમના સમુદાયોમાં પરિવર્તનના ઉત્તમ વાહક બનવા માટે સશક્ત થઈ બની શકે. યુનિવર્સિટી ભૂટાન સાથે આ નવી યાત્રાની શુભ શરૂઆત કરવા જઈ રહી છે, માટે તે વૈશ્વિક હેલ્થકેર સર્વિસના અગ્રેસરોની નવી પેઢીને તૈયાર કરવા માટે પોતાને કટિબદ્ધ તથા સુસજ્જ કરી રહેલ છે. આ સાથે તેઓ તમામ વધારે સ્વસ્થ, મજબૂત અને સમાન ભવિષ્ય માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે.