મને શહેર જિલ્લાના સમાચારો, સમસ્યાઓ વગેરેની રજૂઆત ગમે છે. પણ કેટલાક રીઢા નેતાઓ મત લેવા માટે નીકળી પડે છે ત્યારે જાહેર પ્રશ્નો જેમકે સીટી બસ સેવામાં હજુ રૂટ ફ્રીકવન્સી ઓછી છે. તેમાં સ્ટેશન, ચોક રૂટ પર બસ દોડી શકે જેમને અડાજણ, રાંદેર, ઓલપાડ તરફી ચાલુ કરવી જોઇએ. ત્યાં મેટ્રોને નડતર કામગીરી પૂરી થયે સીધો રસ્તો હોવાથી બસ સેવા ચાલુ કરવી. શહેરના જ રેલવે મંત્રી છે છતાં સુરત મુંબઇ જતી પેસેન્જર રાત્રે 9.30 જતી હતી તે બંધ છે તે ચાલુ કરવી. સુરત જામનગર ઇન્ટરસીટી તેમજ દિલ્હી જતી એકસપ્રેસ બંધ પડેલ છે તે જલદી ચાલુ કરવી. શહેરમાં મુખ્ય રસ્તા પર ખાડા પડેલા છે ત્યાં રીકારપેટ યોગ્ય થતું નથી. ફલાયઓવરથી ઝાંપા રસ્તો વેઠ ઉતારી છે. રીકારપેટ કરવાની જરૂર છે. RDD SMC કાગળ પર રોડ બનાવી કમિ. શાલિની અગ્રવાલ તપાસ કરે. રોડના લાલિયાવાડી અધિકારીને સજા કરે. ગુ.મિ. પડઘો પાડે એવી અપેક્ષા છે.
સુરત – મહેન્દ્ર દવે – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
અસાધારણ સવાલનો સામાન્ય જવાબ
તા. 7.12.22ની દર્પણ પૂર્તિમાં વાચકો સમક્ષ એક પ્રશ્ન મૂકવામાં આવેલ 1 થી 10 ગણો પણ નરેન્દ્ર મોદીનો વિકલ્પ શોધી શકો? લેખકની નરેન્દ્રભાઇ પ્રત્યેની લાગણી તથા અન્ય અનેક વાચકોની પણ પ્રશ્નના જવાબમાં સહમતી સાથે લાગણી જોડાયેલી હોઈ શકે. પરંતુ નરી વાસ્તવિકતા એ છે કે કોઇ પણ વ્યકિત કોઇ પણ વસ્તુનો કોઇપણ વિકલ્પ હોતો જ નથી એ વાત સંભવ જ નથી. નરેન્દ્રભાઇ કરતાં વધુ સારા સાબિત થાય અને પોતાના વર્તનમાં સમગ્ર પ્રજાને ગમે તેવા વિકલ્પો ભાજપમાં જ હતા અને છે. જો વાચકો અન્ય બે ચાર મંત્રીઓનાં કાર્યોનો અભ્યાસ કરે અને પ્રવર્તમાન પરિસ્થિતિ કે જયારે તમામ પ્રકારની સત્તાનું કેન્દ્રીયકરણ લોકશાહીને ભોગે કરાયું છે ત્યારે પણ તેઓ પોતાના વિધેયાત્મક વિચારો અને કાર્યોથી લોકહૈયે વસ્યા છે.
નરેન્દ્રભાઇની રાહબરી હેઠળ ગુજરાતનાં જે પરિણામો આવ્યાં છે તેનો ઠંડા મગજે વિચાર કરીએ તો ભાજપના એક બે ઉમેદવાર સિવાય કોઇ ઉમેદવાર સ્વબળે કે સ્વકાર્યે કે સ્વના ભૂતકાળને કારણે જીત્યો નથી. અહીં પણ એક પ્રશ્ન ભકતો વિચારે છે કે નરેન્દ્રભાઇ ન હોત તો શું થાત? ઉત્તર સ્પષ્ટ છે કે ગુજરાતની પ્રજાને કદાચ સુચારુ શાસન પ્રાપ્ત થઇ શકયું હોત. સનાતન સત્ય તો એ છે કે જેઓ માને છે કે મારા વગર આ દેશનું શું થશે. મારા વગર મારા કુટુંબનુ શું થશે. તેવી માન્યતાવાળા લોકોની રાખ હવામાં ભળી ગઈ છે.
સુરત – રાજેન્દ્ર કર્ણિક – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.