વડોદરા : વડોદરા શહેરના માંડવી વિસ્તારમાં જર્જરિત મકાનનો એક ભાગ અચાનક ધસી પડતા વિસ્તારમાં ઉત્તેજના છવાઈ ગઈ હતી. જોકે સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી.
વડોદરા શહેરના માંડવી વિસ્તારમાં પટોડીયા પોળ પાસે જર્જરિત મકાનની દીવાલ અચાનક ધસી પડવાની ઘટના બની હતી.સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી.મકાન ઘણા સમયથી બંધ હાલતમાં હતું.બુધવારે તૌકતે વાવાઝોડાની અસરને પગલે નમી પડેલા જર્જરિત મકાનનો એક ભાગ ગુરુવારે તૂટી ગયો હતો.
જેના કારણે બાજુમાં આવેલા મકાનને નુકશાન પહોંચ્યું હતું.ઘટનાને પગલે પોલીસ કાફલો અને ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.અને કાટમાળ હટાવવાની કામગીરી હાથધરી હતી.નોંધનીય છે કે વડોદરા શહેર અને જીલ્લામાં તૌકતે વાવાઝોડાની અસર વર્તાઈ હતી.
ઠેર ઠેર ઘણા વિસ્તારો જાહેર માર્ગો પર વૃક્ષ,વીજ થાંભલા ,હોર્ડિંગ્સ પડવાની સાથે જર્જરિત મકાનો ધરાશાયી થવાની ઘટના બનવા પામી હતી.જોકે 48 કલાક બાદ પણ તૌકતે વાવાઝોડાની અસર તળિયે ચોંટી હોય તેમ હજીએ તેમજ વૃક્ષો અને મકાનો પડવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે.