સુરત: સરદારધામ દ્વારા ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ (Globle patidar business summit)નું આયોજન આગામી ફેબ્રુઆરી મહિનામાં સુરત (Surat)માં યોજાશે. જેનો મુખ્ય ઉદ્દેશ વેપારના વિસ્તરણની સાથે એક જ પ્લેટફોર્મ (Platform) પર નાનાથી માંડીને મોટા બિઝનેસમેન (businessman) પોતાની પ્રોડકટનું બ્રાંન્ડીંગ, માર્કેટીંગ, લોન્ચીંગ કરીને પોતાના બિઝનેસને ઉડવા માટે પાંખો ને વિસ્તરવા માટે ખુલ્લું આકાશ આપી શકે છે.
સરદારધામ (Sardardham) પ્રમુખસેવક ગગજી સુતરીયાએ જણાવ્યું કે, સરદારધામના લક્ષબિંદુમાંના લક્ષબિંદુ GPBS અને GPBO એ એક આઇડીયા છે. યુવાશક્તિના સર્વાગી વિકાસનું એક આર્થિક ઐતિહાસિક અભિયાન (Historic campaign) છે. જ્યાં નાનાથી લઈને મોટા બિઝનેસમેનો એક જ પ્લેટફોર્મ પર ભેગા થઈને પરસ્પર વેપાર-ઉદ્યોગ કરશે. આ સમિટમાં યુવાઓના માર્ગદર્શન માટે અનેક પ્રેક્ટીકલ અને પ્રોફેશનલ વક્તાઓ દ્વારા વક્તવ્ય અપાશે. ઉપરાંત આજના તૈયાર થઇ રહેલા યુવાનોને આવનારા વર્ષોનું વિઝન અને ચોકક્સ રીઝન આપશે. આ સમિટમાં ખાસ નોંધનીય બાબત એ હશે કે, આમાં ન ફક્ત મોટા બિઝનેસ પરંતુ જમીન સાથે જોડાયેલા ઉદ્યોગો જેવા કે કૃષિ, ડેરી અને મહિલા ઉદ્યોગ માટે પણ અહી સ્થાન હશે. એટલું જ નહી તેમનો 50% ના આકર્ષક ડીસ્કાઉન્ટથી સ્ટોલ બુક કરવામાં આવશે.
આ સમિટમાં 950+ સ્ટોલસ અને 12 કરતા વધારે ડોમ હશે. જેમાં ડાયમંડ, ટેક્સટાઇલ, ફાર્માસ્યુટિકલ, એન્જીનીયરીંગ, ઓટૌમોબાઇલ, કેમીકલ, ઇન્ફ્રાસ્ટ્રકચર, પેટ્રો કેમિકલ, એગ્રો, ઇલેક્ટ્રોનિક્સ, ગારમેન્ટ, શીપીંગ, સર્વિસ સેક્ટર, હેલ્થ કેર, સોલાર પાવર, અને આવા બીજા અનેક બિઝનેસ સેક્ટરને આવરી લેવામાં આવ્યા છે. પાછલી સમિટની જેમ આ સમીટમાં કોફીટેબલ બુક બહાર પાડવામાં આવશે. આ વખતે પણ બહોળા પ્રમાણમાં મુલાકાતીઓ મુલાકાત લેશે એવું અનુમાન છે. આ સમિટનો ગ્રાન્ડ પ્રિ-લોન્ચીંગ કાર્યક્રમ આજ રોજ સુરત, સરસાણા કન્વેશન હૉલમાં યોજાયો હતો.
જેમાં મોટા પ્રમાણમાં બિઝનેસમેનો એ હાજરી આપી હતી. સ્ત્રીશક્તિકરણના ભાગ રૂપે આ સમીટમાં નાના મોટા ઉદ્યોગો કરતી મહિલાઓને 50% ડીસ્કાઉન્ટ દરે અલગ ડોમ ફાળવવામાં આવશે. તેમજ સામાજિક સમરસતાને ભાગ રૂપે 10% સ્ટોલ સર્વ સમાજ માટે ફાળવવામાં આવશે. તેમણે લોકોને આ સમીટમાં સ્પોન્સર, સ્ટોલધારક, ડેલીગેટ તરીકે જોડાવવા આહવાન કર્યુ હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સુરતના અગ્રણી બિઝનેસમેનો, સામાજીક સંસ્થાના આગેવાનોએ હાજરી આપીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમનું સમગ્ર આયોજન સરદારધામ દક્ષિણ ગુજરાત ઝોનના GPBS, GPBO તેમજ યુવા તેજ-તેજ્સ્વીનીના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું.