Gujarat

જો સરકારે અમારું કામ નહીં કર્યું તો 2015 જેવું આંદોલન ફરી છેડાશે, પાટીદાર નેતા લાલજી પટેલની ચીમકી

ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) જાહેર થાય તે પહેલાં રાજકીય પક્ષો અને વિવિધ સમાજના આગેવાનો અલગ અલગ રીતે સત્તાપક્ષ ભાજપને (BJP) ઘેરવાનું શરૂ કરી દીધું છે. આમ આદમી પાર્ટી (AAP) બાદ કોંગ્રેસે (Congress) આજે મોટી મોટી જાહેરાતો કરી છે તો બીજી તરફ પાટીદાર (Patidar) સંસ્થા SPGના નેતા લાલજી પટેલ (Lalji Patel) પણ હૂંકાર ભરી પાટીદારોની તાકાતને નહીં અવગણવા ગુજરાત સરકારને (Gujarat Government) ચીમકી આપી દીધી છે.

આજે લાલજી પટેલે એક નિવેદનમાં કહ્યું કે, જો સરકાર ચૂંટણી (Election) પહેલાં SPGના મુદ્દાનું નિરાકરણ નહીં લાવે તો ફરી પાટીદારો આંદોલન છેડી શકે છે. સરકારને ફરી 2015 જેવા આંદોલનોનો સામનો કરવો પડી શકે છે. લાલજી પટેલે કહ્યું કે, ચૂંટણી પહેલાં ભાજપની ગુજરાત સરકાર અમારા મુદ્દાઓનું નિરાકરણ લાવે. જો માગ પુરી નહીં થાય તો ફરી એકવાર 2015 જેવી લડત ઉપાડવામાં આવશે. આંદોલન માટે SPG દ્વારા યુવાનોની 1000 ટીમ તૈયાર રાખવામાં આવી છે. ગામ, તાલુકા, જિલ્લા અને રાજ્સ્તરે ટીમો બનાવાઈ છે. 2015માં જેમ એક અવાજે લાખો લોકો આંદોલનમાં (Protest) જોડાયા હતા તે રીતે ફરી આંદોલન છેડાઈ શકે છે. ગામેગામ ન્યાય આપોના નારા સાથે અમારી ટીમ પ્રચાર કરશે.

લાલજી પટેલે વધુમાં કહ્યું કે, આજે પાટીદાર શહીદ દિવસ છે, જેને પાટીદાર સમાજ ક્યારેય ભૂલી શકે તેમ નથી. સમાજને ન્યાય મળે રહે તે માટે અમે લડાઈ લડી રહ્યાંછે. તાનાશાહો દ્વારા પાટીદાર સમાજ પર દમન કરાયું છે. આજે આખું ગુજરાત રાજકારણમાં રંગાયું છે ત્યારે અમે સમાજના રંગે રંગાયેલા છે. પટેલે વધુમાં કહ્યું કે, આંદોલનમાં અમારા 14 દીકરાઓ શહીદ થયા છે. અમારા યુવાનો કેસનો ભોગ બન્યા છે. તે અમે ભૂલ્યા નથી. હજુ પણ પાટીદાર સમાજને ન્યાય મળ્યો નથી. અમારા મુદ્દાઓ ઉકેલાયા નથી. જો ભાજપની ગુજરાત સરકાર ચૂંટણી પહેલાં અમારા મુદ્દાઓનો સંતોષકાર ઉકેલ નહીં લાવશે તો આ વખતે પૂરતી તૈયારી સાથે આંદોલન છેડવામાં આવશે. ગુજરાતના દરેક ગામ, શહેરમાં લડાઈ ઉપાડવામાં આવશે. મહિલા અને યુવાનોને જાગૃત કરવામાં આવી રહ્યાં છે. પાટીદાર સમાજને અવગણનું ગુજરાતની ભાજપ સરકારને ભારે પડી શકે છે.

Most Popular

To Top