સુરતમાં પાટીદારો દ્વારા ફરી પદયાત્રા (RALLY) કાઢવા માટે જાહેરાત કરવમાં આવી છે. પાટીદાર અનામત આંદોલ સમિતિ (PAAS) સુરત દ્વારા જાહેર કરેલ એક પત્રમાં ખેડૂત સમર્થન પદયાત્રા 26 મી જાન્યુઆરીએ સવારે 9 કલાકે સરથાણા સ્થિત શહિદ સ્મારકથી સરદાર પ્રતિમા માનગઢ ચોક મિનીબજાર વરાછા સુધી કાઢવામાં આવશે.
પ્રેસનોટમાં ઉલ્લેખ મુજબ 26 જાન્યુઆરીના રાષ્ટ્રીય પર્વ (NATIONAL FESTIVAL) નિમિતે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા ત્રિવિધ મુદ્દાની માંગ સાથે તિરંગા યાત્રા (TRIRANGA YATRA)નું આયોજન કરવામાં આવ્યું છે. દેશની અંદર લાગુ કરવામાં આવેલ 3 ખેડૂત વિરોધી કૃષિ કાયદાને લઇ સમગ્ર દેશમાં ખેડૂતોનો વિરોધ છે. જેથી આ વિરોધને સફળ બનાવવા હેતુ પાટીદાર અનામત આંદોલન સમિતિ સમર્થન કરશે.
વધુમાં જણાવે છે કે સુપ્રીમ કોર્ટ (SUPREME COURT) દ્વારા પણ સરકારને ટકોર કરવામાં આવી છે કે આ કાયદામાં યોગ્ય નિર્ણય લેવામાં આવે અથવા સુપ્રીમ કોર્ટ દ્વારા આ કાયદાને રદ કરવામાં આવશે. જો કે હાલ તો સુપ્રીમ કોર્ટ દ્વારા આ કાયદાઓ પર સ્ટે લગાવી દેવાયો છે. બીજી માંગણી તેમની એ છે કે પાટીદાર અનામત આંદોલન (PATIDAR ANAMAT AANDOLAN) દરમ્યાન થયેલ યુવાનો ઉપર ના કેસો પાછા ખેંચવાની વાત ગુજરાત સરકાર દ્વારા અનેકવાર કરવામાં આવી છે પરંતુ હજી સુધી કેસો પાછા ખેંચવામાં આવ્યા નથી જેથી યુવાનો કોર્ટ કચેરી ના ધક્કા ખાઈ રહ્યા છે.
પાટીદરો જણાવે છે કે સુરત શહેરના વરાછા વિસ્તાર માં લાખોની જન સંખ્યા વસી રહી હોય ત્યારે ત્યાં છેલ્લા અનેક વર્ષોથી એક સરકારી કોલેજ ઉભી નથી કરી શક્યા તે જનતાની કે રાજકીય આગેવાનોની જેની ખામી ગણો તે ખામી રહી છે ત્યારે હવે આ વિસ્તારની અંદર ફરજિયાત પણે એક સરકારી કોલેજની જરૂરિયાત અને માંગ ઉભી થઇ છે ત્યારે તેના સમર્થનની અંદર આ તિરંગા યાત્રામાં જોડવા માટે તમામ લોકોને આમંત્રણ (INVITATION) પાઠવવામાં આવ્યું છે.
મહત્વની વાત છે કે ઘણા સમયથી સુરતમાં મૌન થઇ પડેલ પાટીદાર સમિતિ ફરી જાગૃત તો થઇ છે પણ અગાઉ જે રીતે મંજૂરી વિના કાઢવામાં આવેલ તમામ રેલીના જ પરિણામો આવ્યા છે એજ પરિણામો ફરી મળી શકે છે જો આ ત્રિરંગા યાત્રા માટે પોલીસ (POLICE) અને પ્રશાશનની મંજૂરી લેવામાં ન આવે તો ત્યારે જોવું એ રહ્યું કે આ યાત્રા માટે મંજૂરી મળે છે કે કેમ?