પાટણ: ગુજરતના પાટણમાંથી (Patan) દુષ્કર્મની (Rape) ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક યુવકે પોલીસની ઓળખ આપી કિશોરીનુ અપહરણ (Kidnapped) કર્યુ હતુ. આ ઘટના સાંતલપુર તાલુકાની છે. કિશોરીનુ અપહરણ કર્યા બાદ આરોપી કિશોરીને કેનાલ નજીક લઇ ગયો હતો. જ્યાં તેને ધમકી (Threat) આપી બળજબરીપૂર્વક તેના પર દુષ્કર્મ આચર્યું હતું. નરાધમે ધમકી પણ આપી હતી કે આ બાબતની જાણ કોઇને કરીશ તો તારા પિતા અને ભાઇને જાનથી મારી નાંખીશ. આવી ધમકી આપ્યા બાદ કિશોરીને ગાડીમાંથી બહાર ફેંકી આરોપી ભાગી ગયો હતો. આ ઘટનાની જાણ પોલીસને (Police) થતા તપાસ શરૂ કરવામાં આવી હતી. આમાં આરોપી સાથે વધુ બે વ્યક્તિઓ પણ સામેલ હતા. જો કે પોલીસે ત્રણેય આરોપીને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા છે.
મળતી માહિતી મુજબ અરોપીના ઓળખ મિત ઉર્ફે જીવણભાઈ આહીર તરીકે થઇ છે. તે સાંતલપુર તાલુકાના બકુત્રા ગામનો રહેવાસી છે. આ યુવકે પોલીસ કોન્સ્ટેબલની ઓળખ આપી બાબરા ગામમાં રહેતી એક કિશોરીને ફોન કર્યો હતો. ત્યાર પછી ગાડી લઇ કિશોરીના ઘરે પહોંચી ગયો હતો. જ્યા તે કિશોરી અને તેના પરિવારના બધા સભ્યોને ગાડીમાં બેસાડી પાટણકા ગામ નજીકથી પસાર થતી નર્મદાની કેનાલ પર લઇ ગયો હતો. પરિવારજનો દ્વારા પુછતા તેણે અન્ય એક વ્યક્તિ સાથે વાતચીત કરવાનું બહાનુ આપ્યુ હતુ. ત્યાર બાદ યુવકે ખુબ જ ચાલાકીથી ગાડીમાંથી પરિવારના અન્ય સભ્યોને ઉતારી દીધા હતા. તેણે કિશોરી પર દુષ્કર્મ આચરવાના ઇરાદે તેણીનુ અપહરણ કરી ગાડીમાં બેસાડી દૂર લઇ ગયો હતો. જ્યા આરોપીએ ગાડીમાં જ કિશોરી સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. તેમજ નરાધમે ધમકી પણ આપી હતી કે આ બાબતની જાણ કોઇને કરીશ તો તારા પિતા અને ભાઇને જાનથી મારી નાંખીશ. આવી ધમકી આપ્યા બાદ કિશોરીને ગાડીમાંથી બહાર ફેંકી આરોપી ભાગી ગયો હતો.
આ અંગે આરોપી દ્વારા ધમકી આપ્યા બાદ પણ કિશોરીએ આ સમગ્ર ઘટનાની જાણ તેના પરિવારને કરી હતી. ઘટનાની જાણ થતા તરત જ પરિવારજનોએ સાંતલપુર પોલીસ મથકમાં મિત ઉર્ફે જીવણ આહીર, લક્ષ્મણ આહીર સહિત અન્ય એક ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ ત્રણેય ઇસમોની ધરપકડ કરી છે.